Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

લેબોરેટરી ટેસ્ટીંગ વગર પીવાનું પાણી ધાબડતા...

'મેકસ બેવરેજીસ'પાણીના જગ ત્થા બિસ્ટર ડ્રીંકીંગ વોટરનાં કારખાનાઓ સીલ કરાયા

સ્થળ પર ગંદકીનાં ગંજ-નિયમ મુજબ પાણીનાં સ્ત્રોતનું પરિક્ષણ નથી કરાવાયુઃ લાયસન્સ પણ ન હતું : નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડને ફરીયાદ મળતાં જ દરોડો પાડી પાણીનું યુનિટ સીલ કરાયુ

રાજકોટ તા. ૧૮ :.. મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે આજે પાણીનું વેચાણ કરતાં બે-બે કારખાનાઓને સીલ લગાવી દેતા ખળભળાટ મચી ગયો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનાં ફુડ વિભાગને મળેલી ફરીયાદ અન્વયે પેકેજડ ડ્રીન્કીંગ વોટર તથા મીનરલ વોટર પાણીના  જગનાં ઉત્પાદક યુનિટને સીલ કરેલ છે. જેમાં મેકસ બીવરેજીર્સ પેકેજ ડ્રીન્કીંગ વોટર બ્રાન્ડનું ર૦ લીટર પાણીના જગનું યુનિટ મહાદેવવાડી શેરી નં. ૩, ઉપરાંત બીસ્ટર પાણીની પેકડ બોટલ ઉત્પાદન યુનિટ (મહાદેવ વાડી મેઇન રોડ) આ બન્ને પાણીનાં કારખાનાં  સીલ કરાયા છે.

ડો. રાઠોડનાં જણાવ્યા મુજબ પેકેજડ ડ્રીન્કીંગ વોટર માટે બીઆઇએસ તથા એફએસએસએઆઇનું લાયસન્સ ફરજીયાત છે. ઉત્પાદન કેન્દ્રો પર આ બન્ને લાયસન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે. ત્થા ફરીયાદ અન્વયે નિયમોનું પાલન થતું ન હોય બન્ને ઉત્પાદન કેન્દ્રો સીલ કરેલ છે.

બન્ને કારખાનાઓમાં ચેકીંગ દરમિયાન ઉત્પાદન કેન્દ્રો પર બિન આરોગ્યપ્રદ સ્થિતિ.

પ્રોસેસ વોટર તથા પાણીના સ્ત્રોતનું પરીક્ષણ થતું નહી હોવાનું ઉત્પાદન કેન્દ્રો પર બિનજરૂરી બિન આરોગ્યપ્રદ વેસ્ટ પડેલ હતો. ઉત્પાદન કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ ત્થા ઉત્પાદન કરનાર કર્મચારીઓનાં મેડીકલ સર્ટી. ન હતાં.

ઉપરોકત ચેકીંગ કામગીરી આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ પી. રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસરશ્રી અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ ઇન્સ્પેકટરો દ્વારા કરવામાં આવેલ હતી.

(3:09 pm IST)