Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોઠારીયા સોલવન્ટમાંથી તારીક ઉર્ફ મુન્નો ૮૪ બોટલ દારૂ સાથે પકડાયો

આજીડેમ ચોકડીથી શૈલેષ રામાણી બે બોટલ સાથે મળ્યો

રાજકોટ તા. ૧૮: આજીડેમ પોલીસે બે દરોડામાં એક શખ્સને ૮૪ બોટલ દારૂ સાથે તથા બીજાને બે બોટલ સાથે પકડી લીધો હતો.

કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૨૪માં રહેતાં તારીફ ઉર્ફ મુન્નો રઝાકભાઇ આંબળા (મુસ્લિમ) (ઉ.૩૮)ના ઘરમાં દારૂ હોવાની બાતમી આજીડેમના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીને મળતાં દરોડો પાડી તેને રૂ. ૨૫૨૦૦ના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

જ્યારે આજીડેમ ચોકડી રવિવારીના મેદાન પાસેથી લીલી સાજડીયાળીના શૈલેષ આંબાભાઇ રામાણી (પટેલ) (ઉ.૩૧)ને ટુવ્હીલર નં. જીજે૩ડીબી-૭૧૩૫માં બે બોટલ દારૂ સાથે નીકળતાં પકડી લેવાયો હતો. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડની સુચના અને પી.આઇ. પી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, કોન્સ. જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ નેચડા અને શૈલેષભાઇ ભીંસડીયાએ આ દરોડા પાડ્યા હતાં.

(2:29 pm IST)