Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'ઘરકામ આવડતુ નથી' કહી અનીતાબેન ભરવાડને પતિ-સાસરિયાનો ત્રાસ

રામનાથપરામાં રહેતા પતિ શ્યામ ખીટ, સાસુ મંજુ, દિયર અમીત અને નણંદ ગીતા સામે ગુનો

રાજકોટ તા.૧૮: રામનાથપરામાં રહેતી ભરવાડ પરિણીતાને પતિ,સાસુ,નણંદ અને દિયર ઘરકામ બાબતે ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં.૬/૭ના સાસરીયુ ધરાવતા અનીતાબેન શ્યામભાઇ ખીટ (ઉ.વ.૩૪) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ શ્યામ કનુભાઇ ખીટ, સાસુ મંજુબેન કનુભાઇ ખીટ, દીયર અમીત કનુભાઇ ખીટ અને નણંદ ગીતા જયેશભાઇ ચાવડીયાના નામ આપ્યા છે. અનીતાબેન ખીટે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના અગીયાર વર્ષ પહેલા શ્યામ કનુભાઇ ખીટ સાથે રાજકોટમાં સમુહલગ્નમાં જ્ઞાતીના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ,સાસુ સહિતના સાસરીયાઓએ સારિરીતે રાખેલ બાદ સાસુ મંજુબેન પોતાને અવાર-નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તને કંઇ ઘરકામ આવડતુ નથી અને મારા પતિ કંઇ કામધંધો કરતો ન હોય જેથી પોતે તેની ખાસે ઘર ખર્ચ માટે પૈસા માગે તો પતિ ઝઘડો કરી મારકુટ કરતો હતો. પોતાના બાળકોના ભણવાનો ખર્ચ પણ માવતર આપતા હતા. પોતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે  ઇમીટેશનનું કામ કરતા હોઇ તેના પૈસા પણ પતિ લઇ જતો હતો. અને દિયર અમીત પણ અવારનવાર કહેતો કે તારે આ ઘરમાં રહેવુ હોય તો ઘરકામ કરવુ પડશે' અને તારી માને કહેકે મકાન લઇ આપે કહી ગાળો આપતો હતો. અમારે  બંનેભાઇ-બહેનને સામસામે સગપણ કર્યુ હોય જેથી નણંદ ગીતા આટો મારવા આવે ત્યારે તે પણ ઘરકામ બાબતે ઝઘડો કરી 'તું અહીથી તારા માતા-પિતાના ઘરે રહેવા જતી રહે પછી હું અહી માળતરના ઘરે રહેવા આવી જઇશ' તેમ કહી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આ મામલે અનીતાબેન ખીટે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.એસ.સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(2:29 pm IST)