Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શાપરના નિવૃત વન કર્મચારી ૨૦ ઓકટોબરથી ગાંધીનગરમાં આમરણ કરશેઃ સરકાર સામે જંગ

ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ સરકારમાં પત્રો લખ્યા એટલે કિન્નાખોરી રાખી છુટા કરી દેવાયેલ : ૨૦૦૧માં નિવૃત થયા અને ૨૦૧૩થી પેન્શન આપ્યું: હાઇકોર્ટનો ચુકાદો છે છતાં તંત્ર કાંઇ કરતું નથી

રાજકોટ તા.૧૮: શાપર-વેરાવળ-ભકિતધામ શેરીનં. ૧માં રહેતા વિનોદ લાલજીભાઇ જોષીએ એક નિવેદનમાં ઉમેર્યુ છે કે ગુજરાત સરકારે પેન્શન દેવામાં છેતરપીંડી કરી હોય, તા. ૨૦ ઓકટોબરથી ગાંધીનગર સેકટર-૬ના મેદાનમાં આમરણ ઉપવાસ ઉપર બેસી આંદોલન ચલાવશે.

તેમણે ઉમેર્યુ છે કે, હું અગાઉ સુરેન્દ્રનગરના બજાણા રાઉન્ડમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતો હતો, અને હાલ હું કોર્ટના હુકમ મુજબ ફરજીયાત નિવૃત થયેલ છુ, કોર્ટે પેન્શન આપવા હુકમ કર્યો છે.

વન પર્યાવરણ ખાતામાંથી હું ૨૦૦૧માં નિવૃત થયો હતો ૨૩-૯-૨૦૧૩થી પેન્શન આપ્યું છે, માંગણી મુબજ ૧૩ વર્ષનું પેન્શન બાકી છે,રાજય સરકારે મારી ઉપર છેતરપીંડી કરી છે. ૪૫ વર્ષથી મારી ઉપર જુલ્મ થયો છેે, તાજેતરમાં ૩૦ ઓગષ્ટે મુખ્યમંત્રીને પણ અરજી આપી હતી, આમ છતા નિવેડો આવ્યો નથી એટલે આગામી ૨૦ ઓકટોબરથી ગાંધીનગરમાં આમરણ ઉપર બેસીશ.

તેમણે ઉમેર્યુ હતું કે જંગલખાતાના અધિકારીઓ ગેરરીતિ કરતા એટલે હું ગાંધીનગર અરજી કરતો, પરિણામે ભયંકર કિન્નાખોરી રાખી નોકરીમાંથી છુટા કરી દેવાયેલ.

(2:27 pm IST)