Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રોલ સાથે ફોટા પાડવાના યુગને વર્ષોના વહાણાવાઇ ગયા : ડિઝીટલ યુગનું વાવાઝોડું હવે મિરર લેસ કેમેરા લાવી રહ્યું છે

'મિત્રો આજે દુઃખ સાથે લખતા કિલક... કિલક.... વિદાઈ લે છે !?' કેમેરાની છબીકલા હવે સયુંકત બનતી જાય છે,ફોટોગ્રાફ,વીડિયોગાફી બન્ને સજોડે થવા લાગ્યા!! છબીકલાનો સર્વ પ્રથમ પ્રારંભ બ્લેક એન્ડ વ્હાઇટથી થયેલ આજે આ કળા સમષ્ટિગત થઈ ગય છે ! દરેક મોબાઈલમાં કેમેરા આપેલ છે, જેથી તસવીરકળા બધાને ગમે છે, હવે તો સેલ્ફીયુગ ચાલે છે. રાજાથી રંક સુધી તસવીર ખેંચવી કે તસવીર પડાવાનો અભરખો હોય છે.

આ કલામાં ઘણું પરિવર્તન આવ્યું ૨૦ વર્ષ અગાઉ મેં કદી સ્વપનેય કલ્પના કરી ન હતી કે નેગેટિવ એટલે રોલ વિના ફોટા પડશે!? ઓચિંતું વાવાઝોડું આવ્યુંને ડિઝિટલયુગનો શુભારંભ થતાંજ રોલ આજે 'આઉટ ઓફ ડેટ' રોલનો સુરજ આથમી ગયો,તેની જગ્યાએ મેગાપિક્ષલ વાળા કેમેરા જ આવતા તેમાં રોલની જગ્યાએ કાર્ડ એટેચમેન્ટ થવાથી ફોટો પડવા લાગ્યો,તેની સાથે વીડિયોગ્રાફીમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું !? તેમાં કેસેટ પટીવળી લગતી તેમાં રેકોર્ડિંગ થતું તે કેસેટ ગઈ તેની જગ્યાએ પણ ડિઝીટાલયુગ આવતા તેમાં પણ મેગાપિક્ષલ આવ્યાને કાર્ડમાંજ રેકોર્ડિંગ થવા લાગ્યું, ફાસ્ટયુગ છે,આજે ફોટોગ્રાફી,વીડિયોગ્રાફીમાં ધડમૂળમાંથી પરિવર્તન આવ્યું છે !? પહેલાના આપણા કેમેરા ડીઝીટલ હતા પણ તેમાં મિરર લેન્સ વચાળે પહેલેથીજ આવતો ફોટોગ્રાફ પડે ત્યારે મિરર ઉંચુ થાય તે દરમ્યાન ફોટો પડી જાય ત્યારે કિલક... કિલક... આવાજ આવતો તે હવે ગાયબ થઈ ગયો છે, હવે બેનમૂન ક્રાંતિ કેમેરામાં આવી છે,હવેના કેમેરા લાઈટ વેઇટ આવી ગયા છે અને ચપટા કેમેરા બઝારમાં અવેલેબલ થયા છે,તેના લેન્સ પણ રમકડાં જેવા આવી ગયા છે,આથી કેમેરામાંથી મિરર નિકળી જતા તસવીરકળામાં ધડખમ પરિવર્તન આવ્યું છે, કેમેરામેનો સ્ટુડિયોવાળા ફોટોગ્રાફર મિત્રો સચેત બની જજો તમારા બહુમૂલ્ય કેમેરા આવતા થોડા દિવસોમાં આઉટ ડેટ થવાના છે !

મિરર લેસ કેમેરા વિષે આજે વાંકાનેરમાં પાનાસોનિક કંપની દ્વારા મિરરલેસ કેમેરાનું ડેમોટ્રેશન રાખવામાં આવેલ જેમાં લુમિકસ કેમેરા અત્યાધુનિક સિસ્ટમવાળા હવે બજારમાં આવી ગયા છે, તેના અસંખ્ય ફાયદાઓ છે. મિરરવાળા કેમેરામાં જેટલા સ્નેપ પડે તેના કરતા ત્રણ ઘણાં વધારે સ્નેપ મિરરલેસમાં પડે છે. મિરર નીકળી જતા પિકચરની કવોલિટીમાં સ્મુધતા આવેલ છે, મીરરના હિસાબે કેમેરામાં પહોળાઇ વધારે હતી. મિરર માટે કિલક... કિલક... થવા માટે તે નીકળી જતા હવે તસવીરમાં કેમેરો નિહાળો ચપટો અને લાઈટ વેઇટ થઇ ગયો છે,મિરર નીકળી જતા લેન્સની આગળની સાઈઝ મોટી થઇ ગઇ છે. મિરર લેસ કેમેરાઙ્ગતદ્દન ભિન્ન, લાઈટ વેઇટ અને નાના છે.

આ તસ્વીરમાનો પાનાસોનિક કંપનીનો લુમિકસ જી.એચ. ૫ ટોટલી ૪ કે છે અને આધુનિક છે. જેમાંથી સિનેમેટોગ્રાફી ફિલ્મો બનાવી કે ડોકયુમેન્ટરી, પ્રિ-વેડિંગ શૂટિંગ કરી શકાય છે, કિંમતમાં પણ સુપર પાવર છે, અંદાજે લાખ રૂપિયાની કિંમતની બોડી હશે ! અને તેના લેન્સ હજારની આળે ગાળે હશે ! આ સિવાય મિરર લેસઙ્ગએકાદ લાખની આજુ બાજુ કે ૬૫ હજારમાં પણ મિરર લેસ કેમેરાઓ હતા,આપના બજેટ મુજબ કેમેરાઓ મિરર લેસ હવે નિકોન, કેનન, સોની જેવી અન્ય કંપનીઓ બજારમાં મિરરલેસ કેમેરાઓ લોન્ચ કરી રહી છે, માટે કેમેરાની દુનિયામાં ધરતીકંપ થયો છે. તમારા કેમેરાઓ મિરરવાળા શોભાના પૂતળા બનવા તરફ જઈ રહ્યા છે,,,!, શકય હોય આપણા મિરરવાળા કેમેરાઓ વેચાઈ જાય પુરી કિંમતે તો આપી દેજો અને અત્યાધુનિક મિરરલેસ તરફ ફાસ્ટયુગમાં આવી જજો. એક વાવાઝોડું આવી ગયું છે, તેનાથી બચાય તો બચી જજો નહીંતર આવતા દિવસોમાં મિરર લેસ કેમેરા લેવાની ફરજિયાત નોબત આવશે !?, અને તમારા બહુમૂલ્ય ડીઝીટલ મિરરવાળા ભારેખમ કેમેરાને અલવિદા આપવાની ઘડી આવી ગઇ છે,,,!? તો પાણી પહેલા પાળ બંધાય તો બાંધી લેજો. કેમેરાની દુનિયામાં અદભુત ક્રાતિનું વર્ણન સત્ય છે, કેમેરાની દુનિયા બદલાય છે, કેમેરામાંથી રોલ ગયા,,,! એટલે કચકડાંની કલા ગઇ. હવે કિલક... કિલક... ની કલા ગઇ છે.... વેલકમ છે, અત્યાધુનિક કલા મિરર લેસ. હવે નો યુગ લાઈટ વેઇટનો આવતો જાય છે,ભારે વજનવાળા કેમેરાને લેન્સની બાદબાકી થઈ ગઇ છે, માટે આજનો આ પ્રાસંગિક લેખ દરેક તસવીરકારને પ્રેરણા આપવાની મારી ફરજના ભાગ રૂપે લખ્યો છે, જે જાગશે તેને ચોક્કસ લાભ થશે જ. વેલકમ મિરર લેસ કેમેરા. (ફોટો સ્ટોરી : ભાટી એન.)

(2:27 pm IST)