Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શાપર - વેરાવળ અને મેટોડામાં વીજ ટીમોના દરોડા : ૫૪ ટીમો ત્રાટકી : મોટા કારખાના ઝપટે

રાજકોટ તા. ૧૮ : વીજ બોર્ડે આજે સવારથી શાપર - વેરાવળ અને જીઆઇડીસી મેટોડામાં મોટાપાયે વીજ દરોડા શરૂ કર્યા છે. વીજીલન્‍સ વિભાગે એકી સાથે ૫૪ ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરી રાજકોટ રૂરલ ડીવીઝનના મેટોડા અને શાપર - વેરાવળ સબ ડિવીઝનના કુલ ૧૪ ફીડરના ક્ષેત્રોમાં વીજ ચોરી સામે ઝુંબેશ હાથ ધરી છે.

એસઆરપી - એકસ આર્મીમેન અને વીજ પોલીસને સાથે રાખી ૫૪ ટીમોએ મોટા કારખાનાઓને ઝપટે લીધા છે. જેમાં જેજીવાયના-૫, ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનના-૪ અને જીઆઇડીસીના ૫ ફીડરને આવરી લીધા છે.

(11:10 am IST)