Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

નવા કોર્ટ બિલ્ડીંગ પાસે જુનીયર વકીલોને આવાસ કવાટર્સ અથવા પ૦ વારનો પ્લોટ ફાળવવાની માંગણી

રાજકોટ, તા., ૧૮: જુનીયર એડવોકેટ એસોસીએશનએ વર્ષોથી જુનીયર વકીલોના હિત માટે કાર્ય કરતી સંસ્થા હોય હાલ સંગઠન એ રાજકોટ સ્થિત નવ નિર્માણાધીન નવા કોર્ટ બિલ્ડીંગ પાસે જુનીયર ૧૦ વર્ષથી નીચેની પ્રેકટીસ કરતા વકીલો માટે પ૦ વારના પ્લોટ વિનામુલ્યે કે રાહતદરે ફાળવવા અને રાજકોટ શહેરમાં મહાનગર પાલીકાની હદમાં બનતા સરકારી આવાસ યોજનામાં આવાસો જુનીયર વકીલો માટે ફાળવવામાં આવે એવી સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ડીસ્ટ્રીકટ જજ તથા રાજકોટ મહાનગર પાલીકાના મેયર સમક્ષ રજુઆત કરેલ છે.

વકીલાતના વ્યવસાયમાં જુનીયર વકીલોએ શરૂઆતના વર્ષોમાં ખુબ જ સંઘર્ષમય પસાર કરવો પડતો હોય કોર્ટમાં વધુ સમય જુનીયર વકીલોએ પસાર કરવાનો થતો હોય જો કોર્ટની નજીકમાં જ વકીલો માટે પ્લોટ ફાળવવામાં આવે તો સમય અને પૈસાની બચત થશે અને કોર્ટમાં ગુણવતાવાળો સમય વિતાવી શકશે તેમજ વધુ કાર્યદક્ષતા સાથે કામગીરી કરી શકશે તે માટે કોર્ટેની નજીક જુનીયર વકીલો માટેઆવાસ રીઝર્વ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. આ માંગને સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનના ફાઉન્ડર શ્રી બલવંતસિંહ રાઠોડ, ચેરમેન શિવરાજસિંંહ બહાદુરસિંહ ઝાલા, કો.ફાઉન્ડર જીતુભાઇ પારેખ, પ્રમુખ કુલદીપસિંહ બી.જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઇ સોમાણી, ગૌતમ ચાવડા, ચંદ્રસિંહ પરમાર, રાજેશભાઇ ચાવડા, જયરાજસિંહ જાડેજા, વિવેક ધનેશા,  અશોક ચાંદપા, વિશાલ સોલંકી, હિતેન્દ્ર સોલંકી, રવીભાઇ પરમાર, અનીલભાઇ પણસારા, નિખીલભાઇ ભટ્ટ, આર.ડી.જાડેજા, જયદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હનીફ કટારીયા, શકિતસિંહ ગોહીલ, તેમજ જુનીયર એડવોકેટ એસોસીએશનના સલાહકાર પી.ટી.જાડેજા, આર.ડી.ઝાલા, જગદીશ ચોટલીયા, કે.બી.ગઢવી, નિર્મળ બોરીચા, એસ.બી.ગોહીલ, બલભદ્રસિંહ ચુડાસમા, નંદકિશોર ત્રિવેદી, ધર્મિષ્ઠાબેન જાડેજા  સહીતના વકીલોએ આવકારેલ છે. 

(3:54 pm IST)