Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

'દીકરાનું ઘર' દ્વારા ૭ સેવાકર્મીઓને ગારડી એવોર્ડ

પૂ. અપૂર્વમુનિ સ્વામી, સાંસદ રામભાઇ મોકરીયા, ડો. વિજયભાઇ દેસાણી, રસીકભાઇ ગોંડલીયા, ચીમનભાઇ હાપાણી, વલ્લભભાઇ સતાણી, સુરેશભાઇ નંદવાણા, બંટીભાઇ પટેલ અને પ્રતાપભાઇ પટેલનું અભિવાદન : સંસ્થાકીય એવોર્ડ ફ્રીડમ યુવા ગ્રુપના ફાળે

રાજકોટ તા. ૧૮ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃધ્ધાશ્રમ દ્વારા સતત નવમા વર્ષે સેવા ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, આધ્યાત્મિકતાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સેવાકર્મીઓને ગારડી એવોર્ડથી સન્માનીત કરવાનો સમારોહ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના પૂ. કોઠારી સ્વામી, પૂ. અપૂર્વમુની સ્વામી, સાંસદ રામભાઇ મોકરીયા, સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, જાણીતા ઉદ્યોગપતિ રસીકભાઇ ગોંડલીયા, ખોડલધામના ટ્રસ્ટી ચીમનભાઇ હાપાણી, જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણી, ભવાની ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સુરેશભાઇ નંદવાણા, ઉમિયા મોબાઇલના સંચાલક બંટીભાઇ પટેલ, ટર્બો બેરીંગના ચેરમેન પ્રતાપભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ અપાતો આ ગારડી એવોર્ડ આ વર્ષે ૨૦૨૧ માં કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બી.એ.પી.એસ. સંસ્થાના પૂ. અપૂર્વમુનિ સ્વામી, ઉદ્યોગ ઋષી અમૃતભાઇ ભારદીયા, યુવા ક્ષત્રીય અગ્રણી મયુરધ્વજસિંહ જાડેજા, વનવાસી અને આદીવાસી ક્ષેત્રે કામકરનાર હસમુખભાઇ ટોલીયા, જુવેનાઇલ ડાયાબીટીક ફાઉન્ડેશનના સંસ્થાપક યુવા અગ્રણી અપુલ દોશીને આપવામાં અવ્યો હતો. પ્રતિ વર્ષ એક સંસ્થાને પણ સન્માનીત કરવામાં આવે છે. તે અંતર્ગત ફ્રીડમ યુવા ગ્રુપને ગારડી એવોર્ડ અપાયો હતો.

પ્રાસંગીક આશીર્વચનો પાઠવતા પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આ તકે જણાવેલ કે ગારડી એવોર્ડ એ સામાજીક ઉત્તર દાયિત્વની જવાબદારી સ્વીકારનાર વ્યકિત કે સંસ્થા પ્રત્યેની ભાવવંદના છે. દીકરાનું ઘર નિરાધારા માવતરોની ઉત્તમ સેવા કરી રહેલ છે. સમાજમાં શ્રેષ્ઠ કાર્યકર્તાઓ સમાજની ઉત્તમ સેવા કરવા આગળ આવે તે જરૂરી છે.

પ્રારંભે મહેમાનોનું શબ્દોથી અભિવાદન ઉપેનભાઇ મોદીએ કરેલ. ઉપસ્થિત મહેમાનોનો પરીચય અનુપમ દોશીએ અને 'દીકરાનું ઘર'નો પરિચય કિરીટભાઇ આદ્રોજાએ આપેલ. સમગ્ર સંચાલન મુકેશ દોશીએ કરેલ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, રાકેશ ભાલાળા, હરેશ પરસાણા, અશ્વિનભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, હરેનભાઇ મહેતા, પ્રવિણ હાપલીયા, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, ગૌરાંગ ઠકકર, ઘનશ્યામભાઇ રાચ્છ, વસંતભાઇ ગાદેશા, દિપકભાઇ જલુ, હાર્દીક દોશી, પારસ મોદી, સત્યજીતસિંહ જાડેજા, ગુણુભાઇ ઝાલાડી, જીતુભાઇ ગાંધી, હસુભાઇ શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:53 pm IST)