Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રેલનગરમાંથી પ્ર.નગર પોલીસે ૨.૧૭ લાખનો દારૂ-બીયર ભરેલી કાર ઝડપીઃ ચાલક ફરાર

મહર્ષિ અરવિંદ ટાઉનશીપની પાછળના કાચા ભાગે પોલીસને જોઇ જીજે૧૧એસ-૭૭૫૭ નંબરની મુકી ચાલક ભાગ્યોઃ દારૂની બોટલો, પાઉચ અને બીયર કબ્જેઃ પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: તહેવારના દિવસો નજીક છે ત્યારે બૂટલેગરો ફરી મેદાનમાં આવ્યા છે. પ્ર.નગર પોલીસે રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશીપ પાછળના કાચા રસ્તે વોચ રાખી દારૂ-બીયરનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી છે. જો કે ચાલક પોલીસને જોઇ કાર મુકી ભાગી ગયો હતો. પોલીસે ૨,૧૭,૯૨૦નો દારૂ-બીયર અને જીજે૧૧એસ-૭૭૫૭ નંબરની કાર મળી કુલ રૂ. ૫,૧૭,૯૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા અને મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતાં વોચ રખાઇ હતી. પણ કારનો ચાલક પોલીસને જોઇ કાર મુકી ભાગી ગયો હતો. કારમાંથી પોલીસને રૂ. ૪૮ હજારનો ૭૫૦ મીલીની ૯૬ બોટલ દારૂ, રૂ. ૧,૧૫,૨૦૦ની ૧૮૦ મીલીની ૧૧૫૨ બોટલ, રૂ. ૨૦૧૬૦નસ ૧૮૦ મીલની ૨૮૮ બોટલ તથા રૂ. ૩૪૫૬૦નો મળી કુલ રૂ. ૨,૧૭,૯૨૦નો દારૂ મળી આવતાં તે તથા ૩ લાખની કાર કબ્જે લેવાઇ હતી. કારના નંબરને આધારે વધુ તપાસ શરૂ થઇ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા અને અશોકભાઇ હુંબલે આ કામગીરી કરી હતી. 

(3:50 pm IST)