Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મહોર્રમ-તાજીયા અંતર્ગત એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતીના સભ્યોની બેઠક મળી

રાજકોટઃ મહોર્રમ (તાજિયા)ના તહેવાર અન્વયે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેર તાજિયા કમિટીના પ્રમુખ આસિફભાઇ સલોત, ઉપપ્રમુખશ્રી મજીદભાઇ સમા, મહામંત્રી વાહીદભાઈ સમા, એડવોકેટ  હાજી હુશેનભાઇ સમા,  શિક્ષણ સમિતિના સદસ્ય ફારૂકભાઇ બાવાણી, સમીરભાઇ  જસરાયા, દિલાવરભાઈ જસરાયા, સિદ્દીકભાઇ જસરાયા વગેરે દ્વારા  આગામી મહોર્રમ (તાજીયા) અનુસંધાને કોવિડ મહામારીને ધ્યાનમાં લઇ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. સભ્યોએ લાઉડ સ્પીકરથી વિસ્તારના લોકોને સુચનાઓ આપી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ. આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતાં. 

(3:48 pm IST)