Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

શ્રાવણીયા જૂગારના વધુ પાંચ દરોડાઃ ૧.૨૧ લાખ રોકડા સાથે ૨૬ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડ્યા

ડીસીબીની ટીમોના રાધાકૃષ્ણ સોસાયટી અને ગણેશનગરમાં, યુનિવર્સિટી પોલીસના ઘંટેશ્વર પાસે અને રૈયાધારમાં તથા માલવીયાનગર પોલીસનો ખોડિયાર નગરમાં દરોડો

રાજકોટ તા. ૧૮: શ્રાવણીયા જૂગારના પાંચ દરોડામાં પોલીસે ૨૬ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૨૧,૧૧૦ની રોકડ કબ્જે કરી છે. ડીસીબીની ટીમોએ રાધાકૃષ્ણ સોસાયટી અને ગણેશનગરમાં બે ઘરોમાં તથા યુનિવર્સિટી પોલીસની ટીમોએ ઘંટેશ્વર પાસે એપાર્ટમેન્ટમાં અને રૈયાધારમાં ઘરમાં તથા માલવીયાનગર પોલીસે ખોડિયાર નગરમાં ઘરમાં દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી.

ડીસીબીના બે દરોડા બોલબાલા માર્ગ પર રાધાકૃષ્ણ સોસાયટી-૧ મેઇન રોડ પર ભકિત નામના મકાનમાં તિનપત્તીનો જૂગાર રમાતો હોવાની બાતમી  કોન્સ. ચેતનસિંહ ગોહિલને મળતાં  દરોડો પાડી મકાન માલિક મહેન્દ્ર ગોવિંદભાઇ બાલધા તથા જૂગાર રમવા આવેલા કિશોર મેગુમલભાઇ ટીલવાણી (રહે. હંસરાજનગર-૩ પોપટપરા), દિનેશ સવજીભાઇ ભીમાણી (રહે. મેઘાણીનગર-૧૦ દેવપરા), ભીમા અરજણભાઇ લુણાગરીયા (રહે. રણછોડનગર-૨), પંકજ નટુભાઇ ધોરીયા (રહે. શિવાલીક ચોક રોડ, સ્ટાર રેસિડેન્સી-૧ રેલનગર) તથા કનુ મોહનભાઇ પરસાણા (રહે. લાલબહાદુર સોસાયટી ૮૦ ફુટ રોડ)ને પકડી લઇ રૂ. ૪૮૭૬૦ રોકડા અને ગંજીપાના કબ્જે લેવાયા હતાં.

પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કોન્સ. ચેતનસિંહ ગોહિલની ટીમે આ દરોડો પાડ્યો હતો. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં બંને દરોડા પાડવામાં આવ્યા હતાં.

બીજા દરોડામાં કોઠારીયા રોડ ગણેશનગર-૧ સૂર્યપુજા નામના મકાનમાં બાતમી પરથી દરોડો પાડી ઘરધણી રંજનબેન કાળુભાઇ વાળા તથા જૂગાર રમવા આવેલા અસ્મીતાબેન પ્રવિણભાઇ ગઢીયા (રહે. જુનુ ગણેશનગર-૮), મહેન્દ્ર કરણાભાઇ કારેઠા (રહે. નવાગામ શકિત સોસાયટી) તથા પ્રભાત નારણભાઇ હુંબલ (રહે. ગોકુલપાર્ક-૧, કોઠારીયા રોડ)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૮૯૦૦ની રોકડ કબ્જે કરી હતી.  પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએઅસાઇ બીપીનદાન ગઢવી,  સી. એમ. ચાવડા, હેડકોન્સ. અભીજીતસિંહ જાડેજા, કરણભાઇ મારૂ સહિતે આ દરોડો પાડ્યો હતો.

યુનિવર્સિટી પોલીસે બે દરોડામાં ૧૨ને જૂગાર રમતાં પકડી લીધા હતાં. ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે વર્ધમાનનગર વસંત વિહારમાં બીજા માળે ફલેટ નં. ૨૦૭માં રહેતા વિરાજ વિજયભાઇ હાડાના મકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી જયંતિગીરી ગોસ્વામીને મળતાં દરોડો પાડી વિરાજ તથા બલભદ્રસિંહ ભાવુભા ઝાલા (રહે. વસંતવિહાર ચોથો માળ-એ ૨૦૪), વિજય ભગવાનજીભાઇ પરમાર (રહે. વસંતવિહાર ત્રીજો માળ-બી ૩૦૬), પ્રણવ ભરતભાઇ ત્રિવેદી (રહે. વસંતવિહાર પહેલો માળ એ-૧૦૭) તથા શીલ્પેશ મગનભાઇ ગલાણી (વસંતવિહાર પહેલો માળ એ-૧૦૫)ને પકડી લઇ રૂ. ૧૦૪૦૦ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

તેમજ બીજા દરોડામાં કોન્સ. રાવતભાઇ ડાંગરની બાતમી પરથી રૈયાધાર મફતીયાપરા ચુનાના ભઠ્ઠા પાસે રાધેશ્યામ ગોૈશાળા પાસે  દરોડો પાડી મકાન હાલ જેના હસ્તક છે તે દિલીપ મોનભાઇ પરમાર (રહે. રૈયાધાર), પિયુષ રાણાભાઇ પરમાર (રહે. વિરાણી ચોક વિનાયક એપાર્ટમેન્ટ-૧૦૧ તથા પરસાણાનગર-૧૩), પ્રકાશ નાનજીભાઇ ચાવડા (રહે. બેડી ચોકડી પાસે, મુજ જામનગર શંકર ટેકરી), મુકેશ રામજીભાઇ સોલંકી (રહે. ખંભાળીયા તા. ભેાસણ), ઇશરારશા નિશારશા મુસ્લિમ (રહે. રૈયાધાર, મુળ યુપી), શહજાદશા શેરદીલીશા મુસ્લિમ (રહે. રૈયાધાર મુળ યુપી) તથા જયેશ મોહનભાઇ પરમાર (રહે. રૈયાધાર)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૧૦૭૦૦ કબ્જે લેવાયા હતાં.

એસીપી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં આ બંને દરોડાઓમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હરપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી, બલભદ્રસિંહ જાડેજા, રાવતભાઇ ડાંગર, સહદેવસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

માલવીયાનગર પોલીસે ૧૫૦ રીંગ રોડ પર ખોડિયારનગર-૧/૬માં દોસ્તમહમદ કાસમભાઇ અભેસોરાના મકાનમાં દરોડો પાડી તેને તથા કાળુ વાઘજીભાઇ સોલંકી (રહે. ખોડિયારનગર-૧૫), આરીફ નુરાભાઇ કુકડ (રહે. ખોડિયારનગર-૪), હરેશ રત્નાભાઇ મીર (રહે. ખોડિયારનગર-૬) અને ધવલ બચુભાઇ ગોહેલ (રહે. ખોડિયારનગર-૪)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૨૩૫૦ કબ્જે લીધા હતાં. કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે દરોડો પાડ્યો હતો. 

(3:48 pm IST)