Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રૂખડીયા ફાટક પાસેથી ગાંજો અને બ્રાઉન પાવડર સાથે ફાતેમા પકડાઇઃ પગેરૂ રાજસ્થાન સુધી પહોંચશે

એસઓજીના પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે પકડીઃ ફાતેમા છ મહિના પહેલા જ જેલમાંથી છુટી હતી

રાજકોટ તા. ૧૮: શહેર એસઓજીની ટીમે ગાંજો અને બ્રાઉન સ્યુગર મનાતા શંકાસ્પદ બ્રાઉન પાવડર સાથે રૂખડીયાપરા નદી કાંઠે ખાડામાં હાજીપીરની દરગાહ પાસે રહેતી ફાતેમા ઇમરાન પઠાણને રૂખડીયાપરા ફાટકથી જેલ તરફ જવાના રસ્તા પરથી પકડી લઇ રૂ. ૨૦૦૦નો ૨૦૦ ગ્રામ ગાંજો તથા ૧૧.૨૯ ગ્રામ શંકાસ્પદ પાવડર તથા રોકડા રૂ. ૨૦૦ સાથે પકડી લીધી છે. આ મહિલા પાસે નશીલા પદાર્થ હોવાની બાતમી કોન્સ. યુવરાજસિંહ ઝાલા, સિરાજભાઇ ચાનીયા અને યોગેન્દ્રસિંહ ઝાલાને મળતાં એસીપી ડી. વી. બસીયા, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએઅસાઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ઝહીરખાન ખફીફ, કોન્સ. અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયા અને શાંતુબેન મુળીયાએ ફાતેમાને પકડી લીધી હતી. શંકાસ્પદ પાઉડર બ્રાઉન સ્યુગર જ છે કે કેમ? તેની ખરાઇ કરવા પરિક્ષણ માટે મોકલાયો છે. ફાતેમાને અગાઉ ભકિતનગર પોલીસે જંગલેશ્વરની ચીનુડી સાથે ૩.૩૦ લાખના હેરોઇનના ગુનામાં પકડી હતી. છ મહિના અગાઉ જ તે જેલમાંથી છુટી હતી અને હવે ફરીથી માદક પદાર્થનો વેપલો ચાલુ કર્યો હતો. તપાસનું પગેરૂ રાજસ્થાન સુધી પહોંચે તેવી શકયતા છે. આરોપી મહિલાને પ્ર.નગર પોલીસને સોંપી ત્યાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવતાં પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે તપાસ હાથ ધરી છે. 

(3:47 pm IST)