Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

 બધીર બાળકોને તાલીમ આપતી સંસ્થા શ્રી અને શ્રીમતી છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. સંસ્થાના નવનિયુકત માનદમંત્રી ડો. નરેન્દ્રભાઇ ગૌરીશંકર દવેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. તેમજ સંસ્થામાં બે દાયકાથી નિઃસ્વાર્થ સેવા આપનાર વડીલ ટ્રસ્ટી હસુભાઇ લક્ષ્મીશંકર જોષીનું ઉમળકાભેર સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે જામનગર સ્થિત ડોનર પદમશી વિકમશી સંઘવી ટ્રસ્ટ તરફથી સંસ્થાના રસોડા વિભાગ માટે રોટી મેકર મશીન ભેટમાં મળતા તે બદલ આભાર વ્યકત કરાયો હતો. સંસ્થાના ટ્રસ્ટી પ્રફુલભાઇ પી. ગોહીલ, સી. એ. પ્રવિણભાઇ આર. ધોળકીયા, મધુભાઇ કે. ભટ્ટ અને અગ્રણી નાગરિક ધીરેનભાઇ પારેખ, ટી મર્ચન્ટ તેમજ સહકાર વિભાગના નિવૃત્ત અધિકારી બહાદુરસિંહ ઝાલા ઉપસ્થિત રહેલ. 

(3:47 pm IST)