Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ન્યારા એનર્જી લેબર કોલોનીમાં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી

રાજકોટ : જામનગર પાસેના ન્યારા ખાતે ન્યારા એનર્જી લેબર કોલોનીમાં સ્વાતંત્ર્ય પર્વની દેશભકિતના કાર્યક્રમો સાથે રંગારંગ ઉજવણી કરાઇ હતી. ધ્વજવંદન કરાયા બાદ કોલોનીના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ. આ સમારોહમાં મેનેજર દેશમન બ્રુટી તથા સીનીયર મેનેજર બીપીનભાઇ શાહી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન એડમીન આસીસ્ટન્ટ અને નિવૃત્ત આર્મી ભીમજીભાઇ આહીરે સંભાળ્યુ હતુ. 

(3:46 pm IST)