Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પૂ. ધીરજમુની મ.સા.ના સાનિધ્યે મોટા સંઘની નવી ટીમનું સન્માન

શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શ્રી નરભેદાસ પાનાચંદ મહેતા-ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજીત પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે શ્રી સ્થા.જૈન મોટા સંઘ-વિરાણી પૌષધશાળાના નવોદિત પ્રમુખ હરેશભાઇ વોરા સહિત સંઘ સેવકો પધારતા રાજેશ વિરાણીએ આવકાર્યા હતા. કુમકુમ તિલક કરી પેંડાથી વધામણા કર્યા બાદ સમુહમાં ડુુંગરસિંહ સ્વામી, અંતરયામી સ્તુતિ કરીને ગુરૂદેવે જણાવેલ કે નિંદ્રાવિજેતા, એકાવતારી ડુંગરગુરૂદેવે ગોંડલ સંપ્રદાયની સ્થાપના કરી મહા ઉપકાર કરેલ છે. જેમ ગોંડલ ગાદીના ગામનું ગૌરવ વધારે છે, તેમ રાજકોટ મોટા સંઘનું ગોંડલ સંપ્રદાયમાં અદકેરૂ નામ છે. પંચમહાવ્રતધારી સંત-સતીજીઓની વૈદ્યાવચ્ચમાં કચાશ ન રહે તે માટે સજાગ રહેવાનું ભૂલશો નહી. સંઘ શકિત મહાન છે. સારા કાર્યમાં સદાયે સપોર્ટર બનશે. ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના પૂર્વ સભ્ય અને મોટા સંઘના ભીષ્મ પિતામહ સમા રજનીભાઇ જી. બાવીસીએ હરેશભાઇ વોરાનું ખેસ અને પાઘડીથી સન્માન કર્યા બાદ સંઘ સેવકોનું સન્માન કરી સહુ વિજેતાઓને બિરદાવ્યા હતા. 

(3:46 pm IST)