Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

હીમોફીલીયા સોસાયટી દ્વારા એકઝીબીશન કમ સેલ

 હીમોફીલિયા સોસાયટી દ્વારા નારી શકિત ઉજાગર કરતો કાર્યક્રમ વુમન ગ્રુપ અને ડો. સોનલ સાકરીયા (સત્વા હર્બલ બ્યુટી કેર) દ્વારા ગોઠવવામાં અમીન માર્ગ ગુલાવ વાટીકાના ખાતેના એકિઝબિશનમાં બહેનો દ્વારા અનેકવિધ વસ્તુઓના સ્ટોલ કરવામાં આવેલ છે. ફ્રી એકિઝબિશન અને સેલના વિચાર થકી બહેનો આત્મનિર્ભર બને તેવો હેતુ સાકાર કરવામાં આવેલ. આ સમારંભનું ઉદઘાટન ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી કિરણબેન માંકડીયા અને ભાજપ અગ્રણી શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ દ્વારા કરવામાં આવલ. કાર્યક્રમમાં હીમોફીલિયા સોસાયટીના એડવાઇઝર કિરણભાઇ અવાશિયા તથા પ્રમુખ હેમરાજભાઇ કાસુંન્દ્રા હાજર રહેલ.

(3:45 pm IST)