Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણમાં ધર્મેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને મહાઆરતી

રાજકોટ : શ્રાવણ મહીનામા બીજા સોમવારે વોર્ડ ૧ બ્રહ્મસમાજ દ્વારા ધર્મેશ્વર મહાદેવ મંદિરે ધરમનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખાતે ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવી. જેમાં સંદિપભાઇ પંડ્યા, ડો.રાજેશભાઇ ત્રિવેદી, જયોતિન્દ્રભાઇ પંડ્યા, તેજશભાઇ ત્રિવેદી, રાજનભાઇ પંડ્યા, દિપેનભાઇ લહેરૂ, રાજુભાઇ ત્રિવેદી, શાસ્ત્રીજી કનુભાઇ, શાસ્ત્રીજી જયભાઇ, વિજયભાઇ ભટ્ટ, પુજનભાઇ પંડ્યા, ગીરીશભાઇ ભટ્ટ, પંકજભાઇ રાવલ, જયપ્રકાશભાઇ રાવલ, વિશાલભાઇ ત્રિવેદી, રવિભાઇ ભટ્ટ, અને વોર્ડ નં. ૧ બ્રહ્મસમાજ મહિલા સમિતિના નેહલબેન ત્રિવેદી, પુનમબેન પંડ્યા, રક્ષાબેન ત્રિવેદી, સ્મૃતિબેન પંડ્યા, કલ્યાણીબેન જાની, દિપુબેન જોષી, હેતલબેન ઉપાધ્યાય, હિરલબેન જોષી, નેહલ  શુકલ, સ્મીતાબેન ત્રિવેદી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (૨૨.૨૯)

આમ આદમી પાર્ટી દ્વારા ધ્વજવંદન : દેશના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા નાનામવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપના શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવેલ. આ તકે દેશની આઝાદી માટે બલીદાન આપનાર ક્રાંતિકારીઓ અને શહીદોને યાદ કરી બે મીનીટ મૌન પાડી શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા. શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા તેમજ સંગઠન મંત્રી રાજભા ઝાલએ પ્રાસંગીક પ્રવચન કરેલ. કાર્યક્રમમાં સ્ટેજ સજાવટથી લઇને તમામ સુશોભનનું કાર્ય શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ જોષીએ કરેલ. મહીલાઓએ રંગોળી બનાવી હતી. યુથ વીંગ દ્વારા રકતદાન કેમપ રાખવામાં આવેલ. છાત્ર સેવા સંઘર્ષ સમિતિ દ્વારા બેઠક વ્યવસ્થા અને પાર્કીંગ વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. ગ્રાઉન્ડની જવાબદારી શહેર ઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા, અનિલભાઇ ઠુમ્મર, રાકેશભાઇ સોરઠીયા, કિશાન સેલના પ્રમુખ ભાવેશભાઇ સોરઠીયાએ અદા કરી હતી. તમામ વોર્ડના કાર્યકરોએ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઇ સોરઠીયાએ કરેલ. મંજુરીથી લઇ સરકારી વહીવટી કામગીરી કે. કે. પરમારે સંભાળી હતી. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે. 

(3:45 pm IST)