Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

લાયન્સ કલબ ઓફ રાજકોટ રોયલ સીટી દ્વારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમ

રાજકોટઃ લાયન્સ કલબ રાજકોટ રોયલસીટી દ્વારા ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ, કાલાવડ રોડ ખાતે ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવ્યેશભાઇ સાકરીયા, ચેતનભાઇ વ્યાસ, વિમલ ગોરેચા, હાર્દિક મહેતા, અચ્યુત પટેલ તેમજ અન્ય કલબના પ્રમુખોએ હાજરી આપી હતી. આ ઇન્સ્ટોલેશનમાં મહત્વનો ફાળો અને ઇન્સ્ટોલેશન ઓફીસર તરીકે એમજેએફ લાયન બી.ડી.જાડેજા દ્વારા પ્રમુખ મિતેશ ચાવડા, સેક્રેટરી વિમલ વોરા અને ટ્રેઝર રાહુલ સરને શપથ વિધિ કરાવી હતી.

(3:44 pm IST)