Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દેશભકિત સભર કાર્યક્રમો સાથે સ્વાતંત્ર દિનની ઉજવણી

રાજકોટઃ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ટ્રસ્ટના ભવન ''કિલ્લોલ''૧-મયુરનગર, ખાતે આગવી પરંપરા અનુસાર ૭પમાં ગણતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાય ગયો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે સી.કે.બારોટ ભારતીબેન બારોટ તથા અમિનેશભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ગણતંત્ર દિને શુભેચ્છા અને ટ્રસ્ટના બાળકોને શીખ દેતા ટ્રસ્ટના આગેવાન અમીનેશભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના ધ્યેય સુધી પહો઼ચવા માટે અથાગ મહેનત, દ્રઢ વિશ્વાસ અને હિંમત રાખવી જોઇએ અને પોતાની મંઝીલ સુધી પહોંચી જવંુ જોઇએ તેમજ સ્વાતંત્ર આપવવા માટે શહિદ થયેલ તમામ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરી શ્રદ્ધંજલી અર્પણ કરેલ ટ્રસ્ટના સિનિયર કાર્યકર્તા દંપતિ સી.કે.બારોટ તથા ભારતીબેન બારોટના સ્તે ધ્વજારોહણ કરી ત્રિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓએ સલામી આપી હતી અને રાષ્ટ્રીય ગાન ગાવામાં આવેલ આ કાર્યક્રમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અંજિલબેન રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી. ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટે કરી હતી. કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટના કાર્યકરો મુકેશભાઇ મહેતા, જયસુખભાઇ ડાભી, ઉમેશભાઇ કુ઼ડલીયા, રાજુભાઇ શેઠ, કે.બી.ગજેરા, એન.જી.પરમાર, હરેશભાઇ ચાંચીયા, જયપ્રકાશભાઇ આચાર્ય, સરોજબેન આચાર્ય, કેતનભાઇ મેસવાણી, હસુભાઇ ગણાત્રા, મહેશભાઇ પરમાર, વિલાસગીરી બાપુ, છગનભાઇ ચૌહાણ, હિંમતભાઇ માલવીયા, ડો. અંકિતાબેન વસાણી, જગદીશભાઇ પંડીયા, હિતેષભાઇ રાવલ વગેરે તથા કર્મચારીઓ નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, ઝાલા શિતલબા, પ્રિતીબેન મહેતા, મંજુલાબેન ભાલાળા, ધાનીબેન મકવાણા, હાજરાબેન બુંભાણી ઠેબા, શીંગ રીનારાની, પૂર્વિબેન વાડોલીયા, અંજનાબેન રત્નોતર, ડો. જસ્મીતાબેન ચાવડા, જાનકી રામાણી, નેહાબેન, વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોષી, દેવજીભાઇ પરમાર, અનુપભાઇ રાવલ, પ્રવિણભાઇ ખોખર, કેતનભાઇ ઠાકોર, ભાગવનાબેન જયપાલ, સુરભીબેન અગ્રાવત, સાગરભાઇ પાટીલ, ભગવતી કુંધીયા, અસ્મિતાબેન નારીયાણી, કાંતિભાઇ નિરંજની, વજીબેન સોલંકી, સકીનાબેન અજમેરીએ જહેમત ઉઠાવેલ હતી.

(3:43 pm IST)