Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

તહેવારોને અનુલક્ષીને આરોગ્ય વિભાગનું ચેકીંગઃ ૬૦ કિલો દાઝયુ તેલ અને ૧૭ કિલો વાસી ફરસાણનો નાશ

રાજકોટઃ સાતમ-આઠમના તહેવારને અનુલક્ષીને ફરસાણ ના ઉત્પાદન કરતા તથા વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં આજરોજ ગાયત્રી નગર મેઈન રોડ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં ૧૦ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરેલ જેમાં મુખ્યત્વે ફરસાણ માં વપરાતા તેલનું ટીપીસી એટલે કે ટોટલ  પોલર ચેક કરેલ જેમાં નિયમ અનુસાર ૨૫ થી નીચે હોવું જરૂરી છે આની સાથે સાથે વેપારીઓ દ્વારા સ્થળ ઉપર ક્યા તેલમાંથી ફરસાણ બનાવેલ છે તેનું બોર્ડ માં ફરજીયાત છે તેમજ મીઠાઈ કયાં તેલમાંથી બનાવેલ છે અને ઉત્પાદન તારીખ દર્શાવવું પણ ફરજીયાત છે ફરસાણ બાંધવા માટે પસ્તીનો ઉપયોગ પ્રતિબંધિત છે જેનું અમલીકરણ કરાવેલ આજ રોજ ૬૦ કિલો દાજીયા તેલ ૭ કિલો પસ્તી તથા ૧૭ કિલો બિન આરોગ્યપ્રદ ફરસાણનોનાશ કરેલ છે. તે વખતની તસ્વીરો. આ ચેકીંગ નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

(3:43 pm IST)