Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ગુરૂવારે ભાજપની જનઆશિર્વાદ યાત્રા કોર્પોરેટરોને જવાબદારી સુપ્રત

રાજકોટ : શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તા. ૧૯ યોજાનાર જન આશિર્વાદ યાત્રા અંતર્ગત ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીના નિર્દેશાનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ભારત સરકારમાં સમાવિષ્ટ નવા ૪૩ મંત્રી દ્વારા સ્વાતંત્ર દિવસ, ૧પ ઓગસ્ટથી તા. ર૧ ઓગસ્ટ સુધીમાં પોતાના ક્ષેત્રોમાં જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાર રાજકોટ મહાનગર ખાતે આ જન આશિર્વાદ યાત્રામાં તા. ૧૯ ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી પ્રારંભ થશે અને બેન્ડ, ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઇ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું સ્વાગત થશે ત્યારબાદ રેસકોર્ષ, કિસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બે હોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતિની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઇન રોડ, રીંગ રોડ થઇ સમાપન થશે. કમલેશ મિરાણીએ વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતર્ગત જવાબદારીની સોંપણી કરી હતી અને કોર્પોરેટરોની વિવિધ રૂટ પર જવાબદારીઓ અંગે દિશા-સુચન પુરૂ પાડેલ હતું. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી. 

(3:41 pm IST)