Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રક્ષાબંધન નિમિતે મારૂતિ કુરીયર દ્વારા રાખડી સાથે ચોકલેટ બોકસના ઓનલાઇન બુકીંગની સ્પેશ્યલ સર્વિસ

ગ્રાહકોને ઝડપી અને પુરતી સલામતી સાથેની ડિલીવરી મળશેઃ અજય મોકરીયા

આ વર્ષના રક્ષાબંધન તહેવારને વધુ વિશેષ બનાવવા માટે ભારતની અગ્રણી કુરીયર અને લોજીસ્ટીક કંપની શ્રી મારૂતી કુરીયર સર્વિસીસ રક્ષાના આ તહેવાર માટે ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી રાખડી સાથે ચોકલેટ બોકસના ઓનલાઇનનો પ્રારંભ કરેલ હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

 ઓનલાઈન સરવિસ દ્વારા બહેનો શ્રી મારૂતી કુરીયર સર્વિસ ની વેબસાઈટ www.shreemaruticourier.com પર જઈને ભારતના ૩ હજાર થી વધુ લોકેશન માટે રાખડી અને ચોકલેટ બોકસનું ઓનલાઇન બુકીંગ કરી શકે છે ઉપરાંત વિશ્વના ૨૦૦ થી વધુ દેશ માટ સવવિસ ઉપલબ્ધ છે.

 આ નવી પહેલ શરૂ કરવા વિશે શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડોરેકટર શ્રી અજય મોકરીયા એ જણાવ્યું હતું કે આ વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના અવસરે કસ્ટમર્સ માટે નવી સર્વિસ શરૂ કરીને આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે આ તહેવારમાં ગ્રાહકોને ઝડપી અને સલામતી સાથે તેમના શિપમેન્ટની ડીલીવરી કરી તેમને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ હોેવાનું જણાવેલ.

 વર્તમાન પરિસ્થિતિમાં ડીસ્ટન્સીંગનો અમલ કરવાની સાથે સાથે બહેનોનો સમય બચાવવા વધુ સલામતી સાથે ખૂબ જ રીઝનેબલ રેટ થી દેશના ૩ હજાર થી વધુ લોકેશનમાં માત્ર એક કલીકથી જ રાખડીની ડીલીવરી માટે શ્રી મારૂતી કુરીયર સર્વિસ દ્વારા ઓનલાઈન રાખડી અને ચોકલેટ બોકસ ની ડીલીવરી માટે સ્પે. ઓનલાઈન પ્લેટફોર્મ તેયાર કરેલ છે.

 અલબત્ત બહેનો કંપનીના આઉટલેટ પર રૂબરૂ આવીને બુકીંગ તો કરાવી શકશે તે ઉપરાંત ઇ-બુકીંગ ઓપ્શનમાં ઘરેથી પણ રાખડીનું બુકીંગ કરાવી શકશે. આ બે ઓપ્શન ઓનલાઇન બુકીંગનો ત્રીજો ઓપ્શન અત્યાધુનિક અને સ્માર્ટ છે.

રક્ષાના આ તહેવાર નિમિત્તે સુરક્ષા માટે હાલના પડકારરૂપ કોવિડ-૧૯ વાતાવરણમાં હેલ્થ પ્રોટોકોલ્સ, સોશીયલ ડિસ્ટન્સીંગ અને ડીજીટલ ડીલીવરીના ચુસ્ત અમલ થી રાખડીની ડીલીવરી દરમ્યાન સલામતી ની કાળજી લેવામાં આવતી હોવાનું પણ યાદીમાં જણાવાયું છે.

 શ્રી અજય મોકરીયાએ ઉમેર્યું કે અમે ૩૫ વર્ષથી વધુ સમયથી રાખડીનો પ્રેમ અને હૂંફ વિશ્વભરના ભાઈઓ સુઘી પહોચાડી રહ્યા છીએ. ૩૬ વર્ષની વિશ્વસનીયતા ના કારણે રાખડીની ઝડપી ડીલીવરી માટે હમેશાં શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ નું નામ બહેનોને કંઠસ્થ છે. ''શ્રી મારૂતી''તે કુરીયર સર્વિસનો 'પર્યાય' છે અને તે સતત ૩૬ વર્ષથી કંપનીની લોકપ્રિયતાની સર્વાેચ્ય ચરમસીમાએ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. 

(1:14 pm IST)