Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોટા મવાના નિલેશ રાતડીયાને ૧૯ર બોટલ દારૂ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

વડવાજડી પાસેથી પીકઅપવાન સહિત ૬.૩પ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ બોલેરોવાન તથા ચાલક નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૮ :  લોધીકા વડવાજડી ગામ પાસેથી પીકઅપ વાનમાં ૧૯ર બોટલ દારૂના જથ્થા સાથે મોટામવાના શખ્સને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા સ્ટાફ લોધીકા વડવાજડી ગામ પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલમાં નીકળેલ બોલેરો પીકઅપ વાન નં. જી.જે. ૧૦ ટી એકસ ૧ર૬૩ ને રોકી તલાસી લેતા પેકીંગવાળા બોક્ષ તપાસતા જુદી જુદી બ્રાંડની બોટલ નંગ ૧૯ર કિ. ૧,ર૪,૯ર૦ ને જથ્થો મળી આવતા ચાલક નિલેશ રાજેશભાઇ રાતડીયા રે. મોટામવા મેલડીમાંના મંદિરની બાજુમાં રાજકોટને પકડી પાડી દારૂ પીકઅપ વાન તથા મોબાઇલ મળી કુલ રૂ. ૬.૩પ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લોધીકા પોલીસને હવાલે કર્યો હતો.

(11:51 am IST)