Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

એસ. ટી. રાજકોટ ડીવીઝનની આવક રોજની ૪૦ લાખે પહોંચી રક્ષાબંધન સંદર્ભે શુક્રવારથી ર૦થી વધુ એકસ્ટ્રા બસો મૂકાશે

સિનિયર સીટીઝનને ૪ હજાર કિ.મી.ની 'મફત' યાત્રા એ માત્ર ફેક મેસેજ છે

રાજકોટ તા. ૧૮ :.. એસટી ડીવીઝન રાજકોટની આવક હવે દિવસને દિવસે વધવા માંડી છે, ડીવીઝનની રોજની આવક ૪૦ લાખે પહોંચ્યાનું ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાએ 'અકિલા' ને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે એકસપ્રેસ અને લોકલ બંને બસમાં તથા ગ્રામ્ય નાઇટ હોલ્ટ બસમાં ટ્રાફીક સારો છે, કોરોના કાળ સમાપ્ત થતા હવે લોકો ફરી એસટી તરફ વળ્યા છે.

તહેવારોને અનુલક્ષીને એકસ્ટ્રા બસો અંગે શ્રી કલોતરાએ જણાવેલ કે આગામી રક્ષાબંધન તથા ત્યારબાદ સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને શુક્રવારથી રાજકોટ તથા અન્ય ડેપો ઉપરથી ર૦ થી રપ કે તેથી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે, જેમાં રાજકોટથી કચ્છ-ભુજ, જુનાગઢ, જામનગર, અમદાવાદ તથા અન્ય સેન્ટરોનો સમાવેશ થાય છે.

દરમિયાન સોશ્યલ અનેક ગ્રુપ - મીડીયામાં સીનીયર સીટીઝન માટે એસ. ટી. મહામંડળ દ્વારા રૂ. પપ માં ૪ હજાર કિ. મી.ની મફત યાત્રા અંગે શ્રી કલોતરાએ જણાવ્યું હતું કે આ ખોટો-હબંગ મેસેજ છે, લોકો આવા મેસેજથી ચેતે, આવી કોઇ યોજના નથી.

(11:49 am IST)