Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રાજકોટમાં અભ્યાસાર્થે આવેલા અફઘાનાના વિદ્યાર્થીઓ સાથે કલેકટર અરુણ મહેશ બાબુએ વાતચીત કરી :જરૂરી મદદ કરવા ભરોસો આપ્યો

વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલિંગ દ્વારા તેમના પરિવારજનોની ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી

રાજકોટ :  અફઘાનિસ્તાન ખાતે રાજકિય પરિવર્તન બાદ ઉભી થયેલી પરિસ્થિતમાં રાજકોટ ખાતે ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની વિગતો મેળવી કલેકટર અરુણ મહેશ બાબુએ જરૂરી મદદ કરવા ભરોસો આપ્યો છે. કલેકટરે મારવાડી યુનિવર્સટી તેમજ આર. કે. યુનિવર્સીટીમા અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલિંગ દ્વારા તેમના પરિવારજનોની ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓને જરૂર પડ્યે બનતી મદદની હૈયા ધારણા આ તકે કલેકટરે આપી છે. હાલ મારવાડી યુનિવર્સીટી ખાતે ૧૬ તેમજ આર.કે. યુનિવર્સીટી ખાતે ૧ વિદ્યાર્થી મળી કુલ ૧૭ વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી રાજકોટ ખાતે ઉચ્ચ શિક્ષણાર્થે આવ્યા છે.

(12:02 am IST)