Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગોકુલનગરમાં માલવીયાનગર પોલીસનો જૂગારનો દરોડોઃ ૯ પકડાયા

રાજકોટઃ માલવીયાનગર પોલીસે ગોકુલનગર-૩માં મંગલભાઇ માયાભાઇ મુછડીયાના મકાનમાં ભાડેથી રહેતાં ધર્મેશ કાળુભાઇ ભડેલીયા (ઉ.૩૧) નામના ખાંટ યુવાનની ઓરડી પાસે દરોડો પાડી તેને તથા ગોકુલનગરના દિલીપ કેશુભાઇ પરમાર (ઉ.૨૧), જય દિનેશભાઇ વરૂ (ઉ.૨૨), આંબેડકરનગરના રાજેશ ઉર્ફ રાજુ જેઠાભાઇ દાફડા (ઉ.૨૫), નિલેષ ઉર્ફ હિતેષ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.૨૨), રોહિત ઉર્ફ કાળુ ગુણવંતભાઇ ચાવડા (ઉ.૨૨), પુનિતનગરના અરવિંદ ઉર્ફ કાળુ ભગવાનજીભાઇ પરમાર (ઉ.૨૭), અજયસિંહ અરવિંદસિંહ જાડેજા (ઉ.૨૨) અને વિશ્વકર્મા સોસાયટીના અનિલ રાજુભાઇ બાવરીયા (ઉ.૨૪)ને જાહેરમાં તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૬૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પીએસઆઇ જે. એસ. ચંપાવત, ભાવેશભાઇ ગઢવી, મશરીભાઇ ભેટારીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(11:23 am IST)