Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજકોટ જીલ્લા લાયબ્રેરીમાં પીવાના પાણીમાં જીવાતોઃ વાચક વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં

રાજકોટઃ શહેરની મધ્યે શાસ્ત્રી મેદાનના ખુણે માલવિયા ચોકમાં આવેલી જીલ્લા લાયબ્રેરીમાં દરરોજ હજારો વિદ્યાર્થી ભાઇ-બહેનો સરકારી-વ્યાવસાયિક સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે વાંચવા આવે છે.  પરંતુ આ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી જેવી પ્રાથમીક સુવિધા આપવામાં તંત્ર ઉણું ઉતરતુ હોય તેમ અહી પીવાનું પાણી માટીની મોટી નાનમાં રાખવામાં આવેલ છ.ે આ માટીની નાનમાં દરરોજ સફાઇના અભાવે ઇયળો જેવી જીવાત થઇ ગઇ છે. અહી શુદ્ધ પાણીના કેરબાઓ મંગાવાય છે પરંતુ તે માત્ર ૬ થી ૮ જેટલા હોય છે જે અપૂરતા છે ત્યારે હજારો વિદ્યાર્થીઓ પીવાના પાણીની વ્યવસ્થાથી પીડાઇ રહ્યા છે. તંત્ર વાહકો આ વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાવે તેવી માંગ વાચક વિદ્યાર્થીગણમાં ઉઠવા પામી છે તસ્વીરમાં જીલ્લા લાયબ્રેરીમાં પીવાના પાણી માટે મુકવામાં આવેલી મોટી નાન અને તેમાંથી નિકળતુ જીવાતવાળુ પાણી સ્પષ્ટ નજરે પડે છે.

(3:33 pm IST)