Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રો.રાકેશ સિન્હાનું વ્યાખ્યાન

 રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજીત વૈચારીક વ્યાખ્યાનમાં જાણીતા ચિંતક, વિચારક, લેખક, રાષ્ટ્રવાદના પ્રખર આગ્રહી ડીબેટીંગના લોકપ્રિય પ્રવકતાઓ રાજયસભાના સાંસદ પ્રોફેસર રાકેશ સિન્હાના વૈચારિકનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યુ હતું. 'પ્રાધ્યાપક સંગોષ્ઠી' અંતર્ગત રાકેશજીએ 'શિક્ષક હિતે હૈ રાષ્ટ્ર નિર્માતા'  વિષય અન્વયે પ્રવચન આપ્યું હતું ત્યારબાદ પ્રાધ્યાપક મિત્રો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ૨૮ ગટ (ટુકડી) દ્વારા કાર્યકર્તાઓએ સંપર્કની જવાબદારી સંભાળીને ૮પ૦ જેટલા પ્રાધ્યાપકોનો સંપર્ક કર્યો હતો અને ૩૦૦ જેટલા બહોળી સંખ્યામાં પ્રાધ્યપકો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ 'રંગદે બસંતી કોલેજીયન વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ૩પ૦૦ તથા ઓફલાઇન ૨૦૦૦ જેટલું આગોતરૂ રજીસ્ટ્રેશન થયેલ હતું. રાજકોટનું પ્રત્યેક કોલેજનો તથા હોસ્ટેલોનો બહોળી સંખ્યામાં વન ટુ વન સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ સ્વામિનારાયણ મંદિર ખાતેના બી.એ.પી.એસ. હોલમાં ૩પ૦૦ થી વધુ કોલેજીયન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પ.પૂ.અપૂર્વમુની સ્વામી તથા રાકેશજી સિન્હા દ્વારા માનનીય તેમજ ઉત્સાહવર્ધક પ્રવચન યોજાયું હતું. ૧પ ઓગસ્ટના દિવસે ડો.હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત હેમુ ગઢવી હોલ ખાતેના 'સંઘ એક પારીવારીક સંગઠન' વિષય અંતર્ગતના કાર્યક્રમમાં સંઘના કાર્યકર્તાઓ તથા ટ્રસ્ટી મંડળે ઘરે ઘરે જઇ પ્રત્યક્ષ સંપર્ક કરી નિમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૧૩૦૦ જેટલી ઉપસ્થિતી નોંધાઇ હતી. રાકેશજીએ આ કાર્યક્રમમાં આદર્શ પરિવાર તથા સંયુકત પરિવાર અન્વયે ઉદાહરો પ્રસ્તુત રજુ કરી કાર્યક્રમને અત્યંત રોચક બનાવી દીધો હતો. પ્રોફેસર રાકેશ સિન્હા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેશીયા તથા પ્રાંત સંઘ ચાલક મુકેશભાઇ મલકાણની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તેમ પ્રચાર પ્રમુખ કમલેશ સોમપૂરા (મો.૯૨૨૭૫ ૦૩૨૬૬) ની યાદીમાં જણાવાયુ છે.(૨૩.૮)

(3:40 pm IST)