Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ન્યુ લક્ષ્મી સોસાયટીમાં ચુનિલાલ પટેલના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૪ પકડાયા

૧૭૬૩૦ની રોકડ કબ્જે કરીઃ ઇન્દુભા, વિરદેવસિંહ અને વિજયભાઇની બાતમી

રાજકોટ તા. ૧૮: મવડી ઓમનગર સર્કલ ખોડલ હોટેલ પાછળ ન્યુ લક્ષ્મી સોસાયટી-૩માં રહેતાં ચુનિલાલ ટપુભાઇ પરવાડીયા (પટેલ) (ઉ.૫૫)એ પોતાના ઘરમાં જૂગાર રમાડવાનું શરૂ કર્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત ચારને પકડી લઇ રૂ. ૧૭૬૩૦ની રોકડ કબ્જે લીધી હતી.

ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ઘરધણી ચુનિલાલ તેમજ વિજય હરિભાઇ સોડીયા (પટેલ) (ઉ.૨૯), પારસ મણીભાઇ મણવર (પટેલ) (ઉ.૩૫) અને ભરત વિઠ્ઠલભાઇ બોરીચા (કુંભાર) (ઉ.૩૪)ને પકડી લઇ ગંજીપાના અને રોકડ કબ્જે લીધી હતી. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ કે. કે. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર,  સિધ્ધરાજસિંહ ચુડાસમા, ઇન્દુભા અને ડાયાભાઇ સહિતે ઇન્દુભા અને વિરદેવસિંહ અને વિજયભાઇની બાતમી પરથી દરોડો પાડ્યો હતો. હેડકોન્સ. રાજેશભાઇ બાળા વધુ તપાસ કરે છે. (૧૪.૬)

(2:23 pm IST)