Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા તા.૨૮ના રોજ હેલ્ધી બેબી કોમ્પિટિશન

રાજકોટ,તા.૧૮: જે.સી.આઈ.રાજકોટ સિલ્વર જે 'જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ' નામક વિશ્વવ્યાપિ સંગઠનના સ્થાનિક એકમ તરીકે છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત છે અને યુવાનોના વ્યકિતત્વવિકાસ, નેતૃત્વ કૌશલ્યમાં વૃદ્ધિ, પબ્લિક સ્પિકિંગ, ઉદ્યોગસાહસિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલિમ પુરી પાડવામાં અગ્રેસર છે.

સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજિત કરવાના હેતુની પૂર્તિ સબબ છેલ્લા ૧૪ વર્ષથી 'હેલ્ધી બેબી' સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા 'karybag'ના સહયોગથી તા.૨૮ જુલાઈના રોજ આયોજિત થઈ રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધા અંતર્ગત બાળકોને ૧ થી ૩ અને ૩ થી ૬ એમ બે વયજૂથ માટે 'બોય્ઝ' અને 'ગર્લ્સ' એમ બે વિભાગમાં 'હેલ્ધી બેબી', 'કયુટ બેબી', 'બ્યુટીફૂલ આઈઝ બેબી', 'વેલ ગૃમ્ડ બેબી' અને 'હેલ્ધી હેર બેબી' એમ ૫ શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ ૬૦ થી વધુ એવોર્ડ્સ તેમજ અન્ય ઈનામો આપવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ, આકર્ષક રિટર્ન ગિફટ તથા ટ્વીન્સ અને ટ્રીપલેટ્સને પણ વિશિષ્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

સ્પર્ધકોનું 'ચેક- અપ' નિષ્ણાંત ડોકટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ખાતે તા.૨૮ જુલાઈના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી થશે અને ઈનામ- વિતરણ તા.૨૯ જુલાઈના રોજ બપોરે ૨:૩૦ થી ૭ હેમુ ગઢવી હોલ ખાતે થશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે રૂબીકોન ઈલેકટ્રોનીકસ, ડો.યાજ્ઞિક રોડ, હોટલ ઈમ્પિરિઅલ પેલેસની સામે સવારે ૧૧ થી ૧ અથવાા સાંજે ૫ થી ૮ દરમ્યાન સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય ૧૦ જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જેસી નુરૂદ્દીન સાદીકોટ (મો.૯૫૫૮૦ ૯૧૦૫૨) અથવા ઉપપ્રમુખ જેસી યુસુફ શામ (મો.૯૦૧૬૨ ૫૨૦૯૪)નો સંપર્ક કરવા પીઆરઓ જેસી ડિંપુલ દુદકીયાએ જણાવ્યું છે.

''અકિલા'' કાર્યાલયની મુલાકાત વખતે આઈપીપી- જેસી રાકેશ વલેરા, પ્રમુખ- જેસી નુરૂદ્દીન સાદીકોટ, ઉપપ્રમુખ- જેસી યુસુફ શામ, સેક્રેટરી- જેસી પ્રિતી દુદકીયા, પીઆરઓ- જેસી ડિમ્યુ દુદકીયા, જેસીરેટ મરીયમ સાદીકોટ, જેસી રવિ પોપટ, જેસી પ્રતીક દુદકીયા, જેસી પ્રશાંત સોલંકી તથા જેસી વિરલ ઝાટકીયા હાજર રહેલ.

(3:56 pm IST)