Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાજકોટના વેપારીને આપેલ ચેક રિટર્નના કેસમાં બારડોલીના વેપારીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

ચેક મુજબની રકમનું વળતર ન ચુકવે તો આરોપીને વધુ સજાનો હુકમ

રાજકોટ તા.૧૮: રૂ.૪,૨૧,૯૯૫ ના ચેક રીર્ટન કેસમા બારડોલીની પેઢી શુભમ એન્ટરપ્રાઇઝના માલીકને ૧ વર્ષની જેલ સજા ફરમાવતી અદાલતે ચુકાદો આપેલ હતો અને આરોપીએ ચેક મુજબની રકમનુ વળતર એક માસમા ચુકવી આપવુ જો વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

ફરીયાદની ટુંક વીગત એવી છે કે આ કામના ફરીયાદી રાજકોટ મુકામે આજીડેમ ચોકડી પાસે પ્રોપરાઇટર દરજ્જે ગજાનંદ એનર્જીસના નામે સોલાર વોટર હીટરનુ ઉત્પાદન કરી, તેમજ તેને લગત ચીજવસ્તુઓના વેચાણનો વેપાર કરે છે તેમજ આરોપી ચીરાગભાઇ જગપત બારડોલી મુકામે શુભમ એન્ટરપ્રાઇઝ નામે સોલાર વોટર હીટરનો વેચાણનો વેપાર કરતા હોય, જેથી રાજકોટ મુકામે રહેતા આનંદભાઇ પાલાની મધ્યસ્થીથી આરોપી સોલર પેનલોનો ખરીદવા અર્થે ફરીયાદીના સંપર્ક કરેલ અને ફરીયાદીની પેઢી પાસેથી સોલારની ચીજવસ્તુઓ ખરીદેલ જે તે સમયે તા.૬-૧-૧૮ના રોજ રૂ.૪,૨૧,૯૯૫નો ઉધારમા માલ ખરીદેલ ઉધાર ખરીદીની રકમ આરોપીએ ફરીયાદીને ખરીદી તારીખથી ૧૫ દિવસમાં ૫૦ ટકા અને બાકીની ૫૦ ટકા રકમ ૩૦ દીવસમા ચુકવી આપવાનુ વચન આપેલ, જે તે સમયે રૂ.૨,૦૭,૧૧૨ના બે ચેકો આપેલ , તે ચેકો પણ રીર્ટન થયેલ હોય, ફરીયાદીએ આરોપી પાસે લેણી રકમની માંગણી કરતા અકેસીસ બેન્ક,બારડોલી શાખા નો તા.૩-૪-૧૮ના રોજ નો રૂ.૪,૨૧,૯૯૫નો ચેક આપેલ જે ચેક રીર્ટન થતા, કોર્ટ સમક્ષ ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીના એડવોકેટ અલ્પેશ પટેલની દલીલો માન્ય રાખી આરોપી ચીરાગભાઇ જગપત રહે.શોપ નં.૧,૨, સાંઇ વીલા કોમ્પ્લેક્ષ, કેદારેશ્વર કોમ્પેલક્ષની બાજુમાં, શાસ્ત્રી રોડની પાછળ, બારડોલી, જી.સુરતવાળા (તે શુભમ એન્ટરપ્રાઇજના પ્રોપરાઇટર દરજજે)ને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો.ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ એક માસમા ચેક મુજબની રકમનુ વળતર ચુકવવુ જો ન ચુકવે તો વધુ ૬ માસની સજા કરેલ અને આરોપી વિરૂદ્ધ સજા વોરંટ ઇશ્યુ કરવાનો એડી.ચીફ જયુ.સાહેબશ્રી પડીયાની કોર્ટએ ફરીયાદીની તરફેણમા હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી પાર્થભાઇ સંજયભાઇ સેખડા (તે ગજાનંદ એનર્જીસના  પ્રોપરાઇટર દરજજે) તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના વિદ્ધાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના રાજયગુરૂ, ભાર્ગવ પંડ્યા, કેતન જે.સાવલીયા, અમીત ગડારા, પરેશ મૃગ,રીતેશ ટોપીયા, વીગેરે રોકાયેલ હતા.

(3:50 pm IST)