Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વોર્ડ નં.૩માં રેલનગર પાસે સાંઇબાબા સોસાયટીમાં નવી ડી આઇ પાઇપલાઇનમાં ગંદુ પાણી નિકળ્યું

રાજકોટઃ શહેરના છેવાડાના વિસ્તાર વોર્ડ નં.૩ના રેલનગર પાસે આવેલ સાઁઇબાબા સોસાયટીમાં નવી મીટરવાળી ડી.આઇ. પાઇપ લાઇનમાંથી પાણી વિતરણ શરૂ થતા આ પાઇપમાંથી ગંદુ-કદડાવાળુ અને અસહ્ય દુઃર્ગધ મારતુ પાણી આવતા લતાવાસી ભાઇ-બહેનોમાં આ મુદ્દે જબરો દેકારો બોલી ગયેલ અને સ્થળ ઉપર ઇજનેરને બોલાવી નવી પાઇ પલાઇનનુ પાણી બંધ કરાવેલ તે વખતની તસ્વીરમાં કોર્પોરેટર અતુલ રાજાણી ઇજનેર સાથે ચર્ચા કરી રહેલ દર્શાય છે.

(3:38 pm IST)