Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

તંત્ર દ્વારા એઇમ્સના ડે.ડાયરેકટરને માપણીસીટ, પંચ રોજકામ-નકશા-જમીન ફાળવણીનો હુકમ અપાયા...

ખંઢેરીની ર૦૦ એકર જમીનનો કબજો સંભાળતું એઇમ્સ : ૬ મહિના બાદ બાંધકામ શરૂ થશે

હલણના પ્રશ્ને ખેડુતની રજુઆતઃ કલેકટર-એડી.કલેકટર-સિવીલ સર્જન-મેડીકલ કોલેજના ડીન સહિતના અધિકારીઓની હાજરી

રાજકોટ આવેલ એઇમ્સની ટીમને ખંઢેરી ખાતે રાજકોટ કલેકટર દ્વારા ર૦૦ એકર જમીનનો કબજો સોંપાયો તે નજરે પડે છે, તસ્વીરમાં કલેકટર સાથે ચર્ચા કરતા એઇમ્સના ડે.ડાયરેકટરશ્રી બિશ્નોઇ તથા અન્ય અધિકારીઓ જણાય છ.ે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. કેન્દ્ર સરકારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને એઇમ્સની અમૂલ્ય ભેટ આપી છે, એઇમ્સ દ્વારા જામનગર રોડ ઉપર ખંઢેરી નજીક ર૦૦ એક જમીન ઉપર પસંદગી ઉતારાઇ છે, રાજકોટ કલેકટર પાસે હાલ ર૦૦ એકર સરકારી જમીનનો કબ્જો છે, અને રાા એકર ખાનગી જમીન ૩૦ દિવસની મુદત આપી કબ્જે લઇ લેવાઇ છે. એઇમ્સ માટે સર્વે નં.૬૪ની ખંંઢેરી ગામની જમીન અપાઇ હતી, રાજકોટ કલેકટર દ્વાા એઇમ્સના ડાયરેકટરને માપણીસીટ, પંચ રોજકામ, નકશા, જમીન ફાળવણીનો હુકમ આપ્યો હતો.

હવે આજે એઇમ્સના ડે. ડાયરેકટર શ્રી એન. એમ. બીશ્નોઇ તથા સેન્ટ્રલ હેલ્થના અન્ડર સેક્રેેટરી પી.વી.મોહનલાલ  સહિત કુલ ત્રણ અધિકારીઓની ટીમ દિલ્હીથી રાજકોટ આવી છે, અને ખંઢેરીની ર૦૦ એકર જમીનનો કબજો સંભાળ્યો હતો.

ગઇ રાત્રે આવ્યા બાદ આજે સવારે ૧૦ વાગ્યે ટીમ ખંઢેરી પહોંચી હતી, ર૦૦ એકર જમીન, વચ્ચેથી પસાર થતી વીજ તંત્રની હેવી લાઇન, માપણી, ડીમાર્કેશન વિગેરેનું  નિરીક્ષણ કર્યુ હતું.

એઇમ્સની ખંઢેરીની જમીનની વિધીવત ફાઇલ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ડે. ડાયરેકટરશ્રી બિશ્નોઇને સોંપી હતી, આ સમયે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા, સીવીલ સર્જન શ્રી મનીષ મહેતા, રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશ,  સીટી પ્રાંત-ર, શ્રી જેગોડા, પી ડબલ્યુડીના મહેતા, મેડીકલ કોલેજના ડીન ગૌરીવી ધ્રુવ, ડીઆઇએલઆરના અધિકારીઓ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અત્રે એ નોંધનીય છે કે, જમીનનો કબ્જો સંભાળ્યા બાદ ર૦૦ એકર જમીન ફરતે પીલોર ઉભા થશે, વીજ તંત્રની લાઇન હટાવાશે, અને ત્યારબાદ ૬ મહિના પછી બાંધકામ શરૂ થશે.

દરમિયાન આજે એઇમ્સની ટીમ સમક્ષ લક્ષ્મણભાઇ ચાવડા નામના ખેડુતે પોતાના ખેતરમાં હલણના પ્રશ્ને રજુઆતો કરી હતી, અને રસ્તો રહેતો નહી હોવાનું જણાતા, કલેકટર તંત્રે આ પ્રશ્ન સ્થળ ઉપર જ હલ કરી દિધો હતો.

(3:11 pm IST)