Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજકોટ જિલ્લાના તાલુકા મથકોએ પ્રગતિશીલ ખેડુતોનું સન્માન કરાશે

જિલ્લા ભાજપ કિશાન મોરચાની કારોબારી મળી

રાજકોટ તા.૧૮: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કિશાન મોરચાના અધ્યક્ષની વિજયભાઇ કોરાટની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઇ મુંગરા, પ્રભારી લખધીરસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઇ સાવલીયા, નીતિનભાઇ ઢાંકેચા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા, ભરતભાઇ શીંગાળા, જિલ્લા કિશાન મોરચા મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી રાજકોટ જિલ્લાના કિશાન મોરચાના તાલુકા- શહેર માંથી ઉપસ્થિત રહેલ કાર્યકર્તાઓને કેન્દ્ર-રાજય સરકારશ્રીના વણથંભી વિકાસ યાત્રાની માહિતી પુરી પાડી હતી.

ખેડૂત સક્ષમ અને સમૃધ્ધ બન્યો છે. વધુમાં આગામી દિવસોમાં તાલુકા મથકોએ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ તકે પ્રદેશ કિશાન મોરચા મહામંત્રીશ્રી રમેશભાઇ મુંગરાએ જણાવ્યું હતંુ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન બેઇઝ પાર્ટી છે. સંગઠનને તાલુકા- શહેર મંડલ સુધી તમામ જગ્યા ઉપર ૧ વિધાનસભા દીઠ ૫ કિશાનોની વરણી કરી ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો યોજવી રાજય સરકારશ્રીએ તાજેતરમાં ''સ્કાય યોજના'' જાહેર કરી છે. ૯૦૦ કરોડના ખર્ચે ગુજરાતમાં ૧૩૭ ફીડર પાયલોટ પ્રોજેકટ અમલમાં મુકયો છે. જેના થકી સોલાર પાવરથી ખડૂતોને શુધ્ધ પુરતી વીજળી મળી રહેશે.

આ તકે શ્રી વલ્લભભાઇ શેખલીયા, શ્રી પરસોતમભાઇ સાવલીયા, શ્રી નીતિનભાઇ ઢાંકેચાએ ખેડૂતોના વિકાસ માટેની યોજનાની માહિતી તેમજ ખેડૂતોને મળતા પાકના ભાવ, રાહતો અને સરકારની યોજનાઓ, સંગઠનની માહિતી તેમજ સહકારીક્ષેત્રે સરકારે કરેલા કાયોની માહિતી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ શીંગાળાએ કરેલ તેમજ આભારવિધિ મહામંત્રીશ્રી હરસુખભાઇ સોજીત્રાએ કરેલ હતી. તેમ જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળે જણાવેલ છે.

(4:04 pm IST)