Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઉજવલા યોજના અંતર્ગત ગોપાલભાઇ ચુડાસમાનું સન્માન

રાજકોટ : પ્રધાનમંત્રી ઉજવલા યોજનાને છેવાડાના લોકો સુધી પહોંચતી કરવાના શ્રેય બદલ રૈયા રોડ પર ઓમ એચ.પી.ગેસ સર્વિસ ધરાવતા ગોપાલભાઇ ચુડાસમાનું તાજેતરમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા. અનુસુચિત જાતિ, જનજાતિની ૧૦૦૦ મહિલાઓને નિઃશુલ્ક ધોરણે એલ.પી.જી. જોડાણ અપાવવાની સનિષ્ઠ કાર્યવાહી તેઓએ સુપેરે નિભાવી બજાવી હતી. શહેરની મહીલાઓને ચુલા કે પ્રાઇમસની જંજટમાંથી મુકત કરાવવા ગોપાલભાઇ ચુડાસમા (મો.૯૯૨૫૭ ૦૦૦૯૯) એ સક્રિય કામગીરી બજાવી હતી. જે બદલ સરકારે નોંધ લઇ તેમની કામગીરીની કદરરૂપે આ સન્માન કરેલ. તેમ રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ એસો.ના સેક્રેટરી કલ્પેશભાઇ ચોલેરા (મો.૯૦૨૫૧ ૧૧૧૦૧) ની યાદીમાં જણાવાયુ છે.

(11:40 am IST)