Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જિલ્લા ભાજપની લાગણીનું વાવાઝોડુઃ આગોતરી શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી રૂપાણીનું સન્માન

રાજકોટઃ જિલ્લા ભાજપના ઉપક્રમે ટીમ ડી.કે. સખિયા દ્વારા આજે ગાંધીનગરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ગુલદસ્તો આપી સન્માનિત કરવામાં આવેલ. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની તમામ ૨૬ બેઠકો મેળવી તેમજ વાવાઝોડાના સંકટ વખતે સરકાર અને સંગઠનનું સંકલન કરી અભૂતપૂર્વ આગોતરી વ્યવસ્થા ગોઠવેલ. આ બન્ને વખતની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને રાખી મુખ્યમંત્રીને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડી.કે. ઉપરાંત પાર્ટીના અગ્રણીઓ લાખાભાઈ સાગઠીયા, ભાનુભાઈ મેતા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, ગૌતમ કાનગડ, પરસોતમ સાવલિયા, વલ્લભભાઈ શેખલિયા, ભાસ્કર જસાણી, ધીરેન શંખાવરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)