Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વોર્ડ નં. ૧ ભાજપ દ્વારા અસરગ્રસ્તોને ફુડ પેકેટ

વાવાઝોડાની સંભવિત સ્થિતી ધ્યાને લઇ  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ કરણપરા સ્થિત ભાજપ કાર્યાલયે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હતો. તેમજ વિવિધ વોર્ડમાં અસરગ્રસ્ત લોકોને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ. આ અંતર્ગત વોર્ડ નં. ૧ માં હાથ ધરાયેલ વિતરણ કાર્યમાંકોર્પોરેટર બાબુભાઇ આહીર, દુર્ગાબા જાડેજા, શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરી, વોર્ડ પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, જયપાલસિંહ જાડેજા, કાનાભાઇ સવસેટા, લલીતભાઇ વાડોલીયા, યુવરાજસિંહ ચુડાસમા, ભરત મુલીયાણા, વિપુલ શુકલ, સતીષભાઇ રાવલ, ખોડાભાઇ ભરવાડ, સુરેશભાઇ સંચાણીયા, જગદીશભાઇ બારોટ, જીવાભાઇ સોલંકી, હરીભાઇ પરમાર વગેરે સાથે જોડાયા હતા.

(3:53 pm IST)