Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રીધ્ધી સીધ્ધી કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા. લી.ના ડાયરેકટરોને ખરીદેલ માલની રકમ ચુકવવા આદેશ

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટના રહીશ અને મે. શાહ એન્ડ કંપનીના માલીકે રીધ્ધી સીધ્ધી કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા. લી. કંપની તથા તેના ડાયરેકટ લવજીભાઇ કાકડીયા, વિજયભાઇ કાકડીયા તથા ગૌરીબેન કાકડીયા ઠે. શ્રધ્ધાદિપ, એ.પી. પાર્ક, શેરી નં.ર, પ્લોટ નં.૧૪૧, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટના સામે રાજકોટ સ્મોલ કોઝ કોર્ટમાં ઉધાર માલના બાકી લેણા વસુલવા દાવો દાખલ કરેલ, જે દાવો કોર્ટએ મંજુર કરેલ છે.

દાવાની વિગતો મુજબ વાદી રૂની ગાંસડી બાંધવાની સ્ટ્રીપ-પટ્ટી બનાવવાનું કામ કરે છે. તેઓએ પ્રતિવાદી કંપની કે જે, જીનીંગ અને પ્રેસીંગનું કામ રાજકોટ તાલુકાની મોજે ગામ મોટા રામપર મુકામે કરે છે. તેઓએ વાદી પાસેથી તા. ૦૧-૧૧-૧૩ થી તા. ર૧-૦૩-૧૪ ના સમય દરમ્યાન કોટન બેઇલ્સ સ્ટીપ ખરીદેલ. તેના કુલ પેમેન્ટમાંથી પાર્ટ પેમેન્ટ આપ્યા બાદ  રૂ. પ૯,ર૭૩/- વાદીના પ્રતિવાદીઓના વાદી પાસે બાકી લેણા નીકળતા હતા. તે રકમ મેળવવા વાદીએ એકથી અનેક વાર ડીમાન્ડ કરવા છતાં પ્રતિવાદીઓએ તે રકમ ભરપાઇ કરવા માટે દરકાર નહી કરતા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ.

પ્રતિવાદીને સમન્સ બજતા તેઓએ જવાબ રજુ કરેલ, વાદીના લેણાનો ઇન્કાર કરેલ પરંતુ વાદીએ બુકસ ઓફ એકાઉન્ટસ અને વેટ ડીર્પામેન્ટના દસ્તાવેજો ઉપરથી પુરવાર કરી દીધેલ કે, વાદી પાસેથી પ્રતિવાદીએ કાયદેસરના બિલથી માલ ખરીદેલ છે અને ત્યારબાદ તેનું પેમેન્ટ કરેલ નથી. જેથી કોર્ટએ પ્રતિવાદી કંપની તથા ડાયરેકટરને વાદીના બાકી લેણા બાબતે જવાબદાર ઠરાવી, વાદીના બાકી લેણી રકમ રૂ. પ૯,ર૭૩/- તથા તેના ઉપર દાવા તારીખથી ૮ ટકા વાર્ષિક મુજબનું વ્યાજ તથા ખર્ચ સહિતની રકમ વાદીને ચુકવવા આદેશ કરેલ છે.

આ કામમાં વાદી શાહ એન્ડ કંપનીના એડવોકેટ દરજજે કાનુની કાર્યવાહીમાં વિકાસ કે શેઠ, અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:48 pm IST)