Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પ્રમુખ રાણપરીયાએ રાજકોટ દુધની ડેરીને શિખરની ટોચે પહોંચાડેલ છે : ચાવડા

રાજકોટ તા ૧૮  : રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૫૮મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાયેલ હતી, જેમાં જિલ્લાની તમામ દુધ સહકારી મંડળીઓના વિશાળ સભાસદોએ હાજરી આપી હતી.

ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ ડેરીનું સ્વપ્ન સાકાર કરી ઐતિહાસીક ટર્ન ઓવર રૂ. ૮૪૫ કરોડ ને સર કરી, વાર્ષિક  દુધ ઉત્પાદકોને સરેરાશ રૂા ૬૩૫ નો ભાવ ચુકવતા એટલે કે ગત વર્ષ કરતા સરેરાશ પ્રતિ કિલોએ રૂા ૧૦નો ભાવ વધારે ચુકવતા હતા. છતા રૂા ૬૫૧ લાખનો ચોખ્ખો નફો કરી, ૧૫ ટકા શેર ડીવીડન્ડ ચુકવવાની જાહેરાત કરેલ છે.

ડેરીના ચેરમેનશ્રીએ વધુમાં જણાવેલ કે પ્રતિ કિલોએ રૂા ૨૦/-નો વર્ષના અંતે દુધ ફાઇનલ ભાવ ચુકવવાની જાહેરાત કરતા દુધ ઉત્પાદકોને રૂા ૨૦ કરોડની રકમ ચુકવવામાં આવશે, જે દુધ સંઘની ઐતિહાસીક સિધ્ધી છે.

તેમજ ગોવિંદભાઇ રાણપરીયાએ તા.૨૧/૦૬/૨૦૧૯ થી દુધ ખરીદભાવ રૂા ૬૬૦ ની સામે રૂા ૬૮૦/- ચુકવવાની જાહેરાત કરતા તમામ દુધ ઉત્પાદકોએ લાપસીના આંધણ મુકયા હોય એવા માહોલ સાથે નિર્ણયને આવકારેલ છે. દુધ ઉત્પાદકોને મદદરૂપ થવા માટે અમુલ પાવર દાણની ૫૦ કિલોની બેગ ઉપર રૂા ૧૨૦ ની સહાય ચુકવવાના નિર્ણયની જાહેરાત કરતા ડેરીના વિરોધીઓની સામે ગોવિંદભાઇએ દુધનું દુધ અને પાણીનું પાણી સાબિત કરી આપેલ છે.

અકસ્માત વિમામાં મંડળીમાં દુધ ભરતા કોઇ દુધ ઉત્પાદકનું અકસ્માતમાં મૃત્યું થાય તો તેમના વારસદારોને રૂા ૧૦ લાખ વિમો ચુકવાશે, તેમજ આ વિમા યોજનાનું જે કાંઇ પ્રિમીયમની રકમ થશે તે ડેરી ભરશે. કોઇ દુધ ઉત્પાદકોએ ભરવાનું નથી. જે પ્રિમીયમ રૂા ૭૯૪૪ લાખનું પ્રિમીયમ ડેરીએ ભરેલ છે. આ જોતા ગુજરાતની નામાકીંત સહકારી ડેરીઓથી આ રાજકોટ ગોપાલ ડેરી, ગોવિંદભાઇ રાણપરીયાએ એક પોતાનું સ્વપનુ સાકાર કરી ડેરીન ેશિખરની ટોંચે ચડાવેલ છે, તેવુ સાતડા દુધ મંડળીના પ્રમુખ અજીતભાઇ ચાવડાએ જણાવેલ છે.

(3:27 pm IST)