Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ફરીથી ટ્રાફિક ઝુંબેશઃ બે કલાકમાં ૧૦૦૪ કેસ

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાની રાહબરીમાં ૨૦ ટીમોએ અલગ-અલગ પોઇન્ટ પર કામગીરી કરી

રાજકોટઃ શહેરના વાહન ચાલકો દ્વારા  હેલ્મેટ પહેરવામાં આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે એ હેતુથી ગત સાંજે ફરી એક વખત ડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડજા ઝોન-૨ની સીધી દેખરેખ હેળ ગોંડલ રોડ મવડી ચોકડી, પુનિતનગર પાણીનો ટાંકો, નાના મવા સર્કલ, બાપા સિતારામ ચોક, બીગ બાઝારા ચોક, કેકેવી હોલ, આનંદ બંગલા ચોક, પીડીએમ ફાટક સહિતના સ્થળોએ ડ્રાઇવ યોજી શહેર પોલીસની ૧૦ ટીમો અને ટ્રાફિક બ્રાંચની ૧૦ ટીમો દ્વારા ચેકીંગ કરાયું હતું. સાંજે પાંચથી સાત દરમિયાન બે કલાકમાં ૧૦૦૪ કેસ કરી રૂ. ૧,૦૩,૭૦૦ રોકડ દંડ તથા આરટીપી એપ્લીકેશન હેઠળ પણ કેસ કરાયા હતાં. આજે પણ ડ્રાઇવ યોજવામાં આવશે. તેમ એસીપી ટ્રાફિક બી. એ. ચાવડાએ જણાવ્યું હતું.

(3:26 pm IST)