Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મહાવીર મોદક મંડળ : દર મહિને ૨૦૦ કિલો લાડવા બનાવી ગૌશાળાઓને અર્પણ

રાજકોટ : બા.બ્ર. પૂ. હીરકગુરૂણીના આશીર્વાદ અને તપસ્વી રત્ના બા.બ્ર. પૂ. સ્મીતબાઇ સ્વામીની પ્રેરણાથી ગીતગુર્જરી સંઘના ટ્રસ્ટીઓની અનુમતીથી મહાવીર મોદક મંડળની રચના કરાઇ હતી. આ તકે ગાય માતાને લાડવા જમાવડવા સંકલ્પ કરાયો હતો. ઉપાશ્રયમાં બિરાજતા પૂ. અનસુયાબાઇ સ્વામીના આશીર્વચનો લઇ પ૦ કિલો લાડુ બનાવી પાંજરાપોળ ગૌશાળામાં અર્પણ કરાયા હતા. બાદમાં સુશ્રાવિકા નવીનબેન મેતા, લતાબેન શાહ અને મીનાબેન મહેતાના સહયોગથી દર મહિને ૧૦૦ કિલોના લાડવા બનાવવાની શરૂઆત થઇ. લાડવા ભરવા માટે બકેટની વ્યવસ્થા થઇ. ઇન્દુબેન અદાણી ગીતગુર્જરી સંઘના શ્રાવક શ્રાવવિકાનો સહયોગ મળતા બા.બ્ર. પૂ. સ્મિતાબાઇ સ્વામીના ભકતો તરફથી અવિરત દાનની સરવાણી વહેવા લાગી અને હવે દર માસે ૨૦૦ કિલોના લાડવા તૈયાર કરી જુદી જુદી ગૌશાળાઓને અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ મંડળ કરે છે. જેમાં વીણા છડીયા, સુશીલાબેન, ઉષાબેન, તરૂબેન, નવકાર સખી મંડળના સભ્યોનો સહયોગ મળતો રહ્યો છ.ે તસ્વરીમાં ગૌશાળામાં ગાય માતાઓને લાડુ જમાડતા મહાવીર મોદક મંડળના બહેનો નજરે પડે છે.

(3:20 pm IST)