Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ઉમિયાધામ -સિદસર કોરોનાકાળમાં નોંધારા થયેલ પાટીદાર પરિવારનો આધાર બનશે

ગામે-ગામે ૫૦ હજાર રેપીડ ટેસ્ટ કરાશે : ઉમા આર્શિવાદ યોજના અંતર્ગત આર્થિક સહાય : શિક્ષણ -રોજગારી માટે મદદ કરાશે

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા KPSNA દ્વારા ઉમિયાધામ સિદસરને એમ્બ્યુલન્સ અર્પણ :રાજકોટ : અમેરિકા અને કેનેડામાંથી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના આગેવાનોે દ્વારા ઉમિયા માતા૦ મંદિર સિદસર તથા રાજકોટના ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટને ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તથા ટ્રસ્ટી બી.એચ.ધોડાસરાના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ ત્યારની તસ્વીરમાં ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, શાંતીભાઈ ફળદુ, ક્રાંતીમાનવ ટ્રસ્ટના સંજયભાઈ હીરાણી, ઉમિયા પરિવાર પ્રકાશન સમિતિના ચેરમેન જે.એમ. પનારા, ઉમિયા પરિવારના સંપાદક રજનીભાઈ ગોલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતીના કાંતીભાઈ ધેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, હરીભાઈ કલોલા, રાજુભાઈ ત્રાંબડીયા સહીતના કાર્યકરો નજરે પડે છે.

રાજકોટ,તા. ૧૮ : કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેડીકલ સુવિધા અને સાધનોના અભાવની નાગરીકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમાજ શ્રેષ્ઠીઓના સહયોગ અને સ્થાનિક કાર્યકરોના સહકારથી સિદસર, જામજોધપુર, ધ્રોલ સહીત અનેક સેન્ટરોમાં ઉમા કોવિડ કેરનો પ્રારંભ કરી લોકોને મદદરૂપ બની રહ્યું છે. ઉપરાંત કોરોનાની મહામારીના કારણે અનેક પરિવારોના 'માળા'વિખેરાયા છે. ત્યારે આવા પરિવારોને આર્થિક, શિક્ષણ અને રોજગારીમાં મદદરૂપ થવા ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા 'ઉમા આશિર્વાદ યોજના' શરૂ કરવામાં આવી છે.

વેણુ નદીના કાંઠે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી માં ઉમા સાનિધ્યમાં ચાલતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરની ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિના સભ્યોની મીટીંગસંસ્થાના પ્રમુખશ્રી જેરામભાઈ વાંસજાળિયા તથા ચેરમેન મૌલેશભાઈ ઉકાણીની હાજરીમાં ઓનલાઇન મળેલ. જેમાં ૧૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધેલ. મિટિંગની શરૂઆતમાં કોરોનાને લીધે અવસાન પામેલ સમાજના સૌ સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.  સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જયેશભાઈ પટેલ દ્વારા સંસ્થાની પ્રવૃત્ત્િ।ની વિગતો આપી કોરોના કાળમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓની સવિશેષ જાણકારી આપી હતી.

શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્ત્િ।ઓ તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવે છે. હાલ કોરોના વૈશ્વિક મહામારીના સંજોગોમાં લોકોને ઉપયોગી થવા માટે ઉમિયાધામ-સિદસરની પ્રેરણાથી, સમાજના શ્રેષ્ઠીઓના શયોગથી અને સ્થાનિક કાર્યકરોના સહકારથી સિદસર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં અને ગામોમાં ઉમા કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. પાંચ એબ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૫૦,૦૦૦ રેપીડ ટેસ્ટ કીટની વ્યવસ્થા કરી ગામે ગામ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવેલ છે. ૫૦૦ થી વધુ ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ તમામ પ્રવૃત્ત્િ।ઓમાં સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓનો સુંદર સહયોગ મળી રહ્યો છે.કોરોના વૈશ્વિક મહામારીમાં વિદેશ વસતા આપણા પરિવારો, ખાસ કરીને અમેરિકાથી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA) તથા અમેરિકાના પરિવારો દ્વારા ખૂબ સુંદર સહયોગ મળેલ છે. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA) દ્વારા ૧૦૦ ઓકિસજન કોંસન્ટેટર મળેલ છે અને હજુ ૩૦૦ થી વધુ ઓકિસજના કોંસન્ટેટર મળનાર છે.જેમનું સૌરાષ્ટ્રના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થઇ રહ્યો છે-થનાર છે.KPSNA તરફથી ૩ એબ્યુલન્સ પણ મળેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે સમાજના કેટલાય પરિવારો છિન્નભિન્ન થઇ ગયેલ છે, કેટલાય પરિવારોમાં ઘરની કમાનાર મુખ્ય વ્યકિતનું અવસાન થતાં પરિવાર તકલીફ અનુભવી રહ્યો છે. કેટલાય પરિવારોમાં માતાપિતાનું અવસાન થતાં બાળકો નોંધારા બનેલ છે, કેટલાય પરિવારોમાં માત્ર વડીલો અને વૃદ્ઘો જ રહ્યા છે, કમાનાર કોઇ નથી. આવા તમામ પરિવારોને ઉમિયાધામ-સિદસર મદદરૂપ થશે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના તમામ ગામોમાં આ અંગેનો સર્વે હાથ ધરવામાં આવશે તથા આવા તમામ પરિવારોની ઓળખ મેળવી તેમને સહાયરૂપ થવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પરિવારમાં કમાનાર કોઇ ન હોય અને માત્ર બાળકો હોય તેના શિક્ષણની વ્યવસ્થા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓની મદદથી કરવામાં આવશે. જે પરિવારના સભ્યોને આર્થિક ઉપાર્જન માટે કામ ધંધાની, નોકરીની જરૂરિયાત હશે તેઓને તેમની શૈક્ષણિક લાયકાત અને આવડતને ધ્યાને લઇ નોકરી અપાવવા માટે મદદરૂપ થવામાં આવશે

કોરોના મહામારીને કારણે પરિવારમાં કમાનાર મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયેલ હોય એવા જરૂરિયાતમંદ પરિવારને (૧) જરૂરિયાત મુજબ આર્થિક સહાય, (૨) બાળકોના શિક્ષણની વ્યવસ્થા તથા (૩) રોજગાર નોકરી અપાવવા માટે મદદરૂપ થવાનું આયોજન ઉમિયાધામ-સિદસર દ્વારા કરવામાં આવેલ છે. આ માટે ખાસ શ્નઉમા આશીર્વાદ યોજના શરૂ કરવામાં આવશે. આ સમાજ ઉપયોગી માનવતાના આ ઉમદા કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, યુવા ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, ડોકટર્સ, વિદેશ વસતા પરિવારો, શૈક્ષણિક સંસ્થાઓ સહિત સર્વેનો તનમન-ધનથી ખૂબ જ ઉદાર અને ઉમદા સહયોગ મળી રહ્યો છે.

આ મીટીંગમાં કોરોનાથી અસરગ્રસ્ત થયેલ સમાજના પરિવારોને મદદરૂપ થવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ. આ મીટીંગમાં ઉપપ્રમુખ શ્રી ચિમનભાઈ સાપરિયા, ટ્રસ્ટીશ્રી બી.એચ.ઘોડાસરા, રમણીકભાઈ ભાલોડિયા, ભુપતભાઈ ભાયાણી, પરસોતમભાઈ ફળદુ, જેન્તીભાઈ કાલરિયા, રસિકભાઈ ફળદુ, નરસિંહભાઈ માકડિયા, મનસુખભાઈ પાણ, રમેશભાઈ રાણીપા, દિનેશભાઈ દેલવાડિયા, અજેશભાઈ ભૂવા, પ્રભુદાસભાઈ ભેંસદડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા, દિલીપભાઈ ધરસંડિયા, ત્રિભુવનભાઈ વાંસજાળિયા અમિતભાઈ ત્રાંબડિયા, કૌશિકભાઈ રાબડિયા વિગેરે હાજર રહ્યા હતા.

(3:13 pm IST)