Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

રાજકોટનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતુ પરિણામ

તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોને શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૮ : બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવન માટે ઘણી જ મહત્વની છે. વિદ્યાર્થીના ભવિષ્યની કારકિર્દીના નિર્માણ માટે ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ગઈકાલ તા.૧૭ મેના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાતમાં રાજકોટ જીલ્લાનું ૮૪.૬૯્રુ અને રાજકોટ શહેરનું વેસ્ટ વિભાગનું ૮૫.૭૭્રુ અને ઈસ્ટ વિભાગનું ૭૫.૭૦્રુ પરિણામ આવેલ છે. રાજકોટ શહેરના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. તે બદલ પદાધિકારીઓ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઈબહેનોને અભિનંદન પાઠવેલ છે.

ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે અનેક શિખરો સર અને શહેરનું નામ રોશન કરે તેવી શુભકામના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરઝરીયાએ પાઠવી હતી.

(4:10 pm IST)