Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

લોકડાઉનમાં વેપારીઓ થયા કંગાળઃ વ્યવસાય વેરો માફ કરવા માંગણી

નાના ધંધાર્થીઓ કપરી સ્થિતિમાં છે ત્યારે તંત્ર સંવેદનશીલ બનેઃ જંકશન-ગાયકવાડી વેપારી મંડળની મ્યુ.કમિશનરને રજુઆત

રાજકોટ તા. ૧૮ : લોકડાઉનને કારણે સતત વેપાર-ધંધા બંધ રહેવાને કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ કંગાળ બની છે ત્યારે મ્યુ.કોર્પોરશને વ્યવસાય વેરા માફ કરવો જોઇએ.

આ રજુઆતોમાં જણાવાયું છે. ેકે હાલના સમયમાં આખો દેશ એક સાથે કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તા.ર૪/૩/ર૦ર૦ થી આજ દિન સુધી લોકોને સતત લોકડાઉનની પરિસ્થિતિમાં રાખેલ હોય જેના કારણે રોજ કમાયને રોજ ખાનારા નાના વેપારીઓની પરિસ્થિતિ સતત બગડતી જતી હોય તેમજ હવે તો એવું લાગી રહ્યું હોય કે આવનારા દિવસોમાં જો લોકડાઉન ખુલશે તો પણ ખુલતાની સાથે અમારા ધંધા રોજગાર ધબકતા થવામાં હજુ ઘણો સમય વિતી જશે કારણ કે લોકોની ખરીદ શકિત પણ ઘટશે બજારમાં મોટા ભાગના વેપારીઓ કપડા, સુલન, કોમ્પ્યુટર, ફ્રિઝ, વોશીંગ મશીન જેવી ઇલેકટીક આઇટમો, આઇસ્ક્રિમ, ગીફટ શોપ, પાનના ગલ્લા વિગેરે ધંધાઓ સાથે જોડાયેલ હોય જે વેપારીઓના વેપારીમાં તેજી આવવામાં સમય વિતી જાય તેવું ફલીત થાય છે. માટે આ કપરી પરિસ્થિતિમાં લોકોનો જયા વ્યવસાય પડી ભાંગ્યો હોય જે પરિસ્થિતિને ધ્યાને લઇ આપ તરફથી વ્યવસાય વેરો માફ કરવામાં આવે તેવી વિનંતી.

આપશ્રી છેલ્લા-બે ત્રણ વર્ષોમાં અવલોકન કરો તો આપશ્રીને અમારી વેદના કદાચ સમજાશે ધંધા-રોજગારની હાલત દિવસ-દિવસે બગડતી જતી હતી પહેલા શહેરમાં મોલ આવતા શહેરના નાના વેપારીના ગલ્લ પર તેની અસર જોવા મળેલ વેપારી મહેનત કરી માંડ-માંડ તેમાંથી બહાર આવ્યા ત્યા ઓનલાઇનના સંકટમાં ઘેરાયા તેમાં પોતાના અસ્તિત્વને બચાવતા આગળ વધ્યા નોટબંધી તથા જીએસટી ના મારમાં પીસાણા અમારા વેપારીઓ છેલ્લા ઘણા સમયથી તેના વેપારી માટે અવનવા સંઘર્ષ કરી તેના વેપાર માટે જજુમી રહ્યા છે. ત્યાં હાલ આ કોરોનાની વૈશ્વીક મહામારીમાં લોકડાઉનના પુરાણા હજી આગળ જતા શું આવશે કોને ખબર પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ વ્યવસાય વેરો માફ કરી આપવા નમ્ર વિનંતી છે.

(4:07 pm IST)