Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સેવા અને સ્મરણનો પુનિત સંદેશો પ્રસરાવનાર ભજનપ્રેમી સંત શ્રી પુનિત મહારાજની કાલે ૧૧૨ મી જન્મ જયંતિ

આયુષ્ય ટુંકું ભોગવ્યુ, પણ ભજન થકી સેવાની જયોત પ્રસરાવી લોકોના હ્ય્દયમાં છવાય ગયા

રાજકોટ તા. ૧૮ : પ્રેમભકિતનો પુનિત સંદેશો પ્રસરાવનાર સંત શ્રી પુનિત મહારાજની કાલેે ૧૧૨ મી જન્મ જયંતિ છે. જીવનમાં સેવા અને સ્મરણનો મંત્ર સ્વીકારી ભજનને માધ્યમ બનાવી જન સેવા કાર્યો થકી ચોમેર સારી નામના મેળવી હતી.

તેમણે ફકત ૫૪ વર્ષનું ટુંકુ આયુષ્ય ભોગવ્યુ છે. પરંતુ આટલા ટુંકા જીવનમાં પણ લતે, લતે, ગામડે ,ગામડે દિવસ રાત ટાઢ, તાપ, જોયા વગર સતત ફરતા રહી ભજનની રમઝટ બોલાવી લાખો માનવોના હૈયામાં સ્થાન મેળવી લીધુ હતુ. તેમણે પ્રગટાવેલા જનસેવાના દીપને આજે ૧૧૦ વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો, છતાય એક વિભુતિ, એક ઓલિયા ભગત, અને સંસારી સાધુ તરીકે અમીટ છાપ છોડી ગયા.

સંત પુનિતે પ્રેમ, શરણાગતિ, સંત મહિમા, ભકતોના ચારીત્ર્યો, પુનિત રામાયણ, નવધાભકિત ચૈતન્ય આખ્યાન, તુકારામ આખ્યાન વગેરે ગ્રંથોની તેમણે રચના કરી છે. ૧ હજારથી વધુ ભજનો ભેટ ધર્યા છે. સમય મારો સાધજે વ્હાલા, જય કાના કાળા, જમવાને આવો કાન કંથરારીયા જેવી તેમની રચનાઓ આજે પણ લોકોના હૈયે અને હોઠે ગુંજી રહી છે.   ઉભા ઉભા ભજનો કરવા અને ભજનો કરતા કરતા ઘણી વખત ભાવાવેશમાં ઢળી પણ પઢતા. આવા સંતશ્રી પુનિત મહારાજની કાલે તા. ૧૯ ના ૧૧૨ મી જન્મ જયંતિ નિમિતે કોટી કોટી વંદન! (૧૬.૧)

- જયેશભાઇ એન. નથવાણી, પ્રમુખ : પુનિત સદ્દગુરૂ ભજન મંડળ, મો.૯૭૧૪૧ ૯૮૯૭૦

ભજન મંડળના સભ્યો કાલે સાંજે ઘરે ઘરે ભજન કરી વંદના કરશે

સંત પુનિતની કાલે પૂણ્યતિથિ હોય શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળના સભ્યો દ્વારા કાલે સાંજે ૮ થી ૧૦ ઘરે ઘરે ભજન કરી વંદના કરવાનો કાર્યક્રમ રાખેલ છે.

(12:06 pm IST)