Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સીંગાપોરની કંપની કચરામાંથી વિજળી બનાવશે નાકરાવાડીમાં ૧૫ એકરમાં પ્લાન્ટ

કોર્પોરેશન દ્વારા સૂચિત વેસ્ટ એનર્જી પ્લાન્ટ ૬૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા બનાવવાશેઃ ૭.૫ મેગાવોટ એનર્જીનું ઉત્પાદન કરાશે : સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સિંગાપુર ખાતે આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાતે ગયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૮ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલ માટે ગુજેરાત સરકારશ્રીની 'વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬' અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે એબેલોન કિલન એનર્જી પ્રા.લિ. તથા કેપેલ સેગર્સના જોઇન્ટ વેન્ચરથી સિંગાપોર ખાતે ચાલતા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ. આ અંગે માહિત આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ જણાવે છે કે, આ કામની એજન્સીનો ચાલુ કામગીરીવાળો સિંગાપોર ખાતે કાર્યરત્ત્। ઙ્કવેસ્ટ ટુ એનર્જીઙ્ખ માટેના વર્લ્ડ કલાસ પ્લાન્ટની મુલાકાત લઇ તેની વિવિધ ટેકનિકલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કર્યો હતો. મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભૂતપૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના WOW CELLના ડેપ્યુટી એન્જિનિયર અંબેશ દવે જોડાયા હતાં.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું છે કે, એબેલોન કિલન એનર્જી લિ. સાથે જોઇન્ટ વેન્ચરથી જોડાયેલ 'કેપલ સેગર્સ એન્જીનીયરીંગ સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ'ના નામથી કાર્યરત્ત્। એજન્સી બેલ્જિયમ બેઇઝ કંપની છે જે, ઈન્ફ્રાસ્ટ્રકચર જેવી આગવી કામગીરીઓ કરતી એજન્સી છે. જે ઘન કચરાનું માસ ઇન્સીનરેશન કરી, ઘન કચરાનો નિકાલ કરે છે. તેની મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, વિશ્વભરમાં તેના ૧૦૦થી વધુ પ્લાન્ટ કાર્યરત્ત્। છે. માત્ર એટલું જ નહી, યુરોપિયન કન્ટ્રીઝ, ભારત અને વિશ્વના અન્ય રાષ્ટ્રોના કાર્બન એમિશન અંગેના નોર્મ્સને પણ આ પ્લાન્ટ અનુસરી રહયો છે. જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ આ બાબત ખુબ જ અગત્યની બની જાય છે.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ જણાવે છે કે, એજન્સી દ્વારા સ્થળ મુલાકાત માટે ખુબ સહયોગ પૂર્ણ વાતાવરણમાં પ્લાન્ટની કામગીરીનું નિર્દશન કરાવવામાં આવેલ. સૌ પ્રથમ એજન્સી દ્વારા ટેકનિકલ કામગીરીનું તથા પ્લાન્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. મુખ્યત્વે આ કામગીરીમાં શહેરમાંથી એકઠો કરેલ કચરાને પ્લાન્ટ ખાતે લાવી, તેમાંથી ભેજ ઉડે તેવી પ્રક્રિયા કરી, આવા કચરાને બોઈલરમાં બાળવામાં આવે છે. જેમાંથી ગેસનું ઉત્પાદન થાય છે. આવા ગેસમાંથી જે ઝેરી ગેસ હોય તેનું વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરી, ટર્બાઈન મારફત વીજ શકિતમાં રૂપાંતર કરવામાં આવે છે. જે ઉત્પાદન થયેલ વીજળીને સરકારશ્રીની ગ્ર્રીડમાં ઉપયોગ અર્થે સપ્લાય કરવામાં આવે છે.      

સિંગાપોર સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ૮૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા ધરાવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચીત પ્લાન્ટ ૬૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા બનાવવામાં આવશે.જેમાં રોજ ૧૦૦ ટન જુના કચરાનો ઉપયોગ કરવામાં આવશે,જેથી જુનો જમા થયેલ કચરાનો પણ નિકાલ કરવામાં આવશે.

આ પ્લાન્ટની પ્રોસેસમાં મિકસ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જેને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં માસ ઇન્સીનરેશન પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવતો હોય, આ પ્લાન્ટ રોજ ચોવીસે કલાક કાર્યરત્ત્। રહે છે તેમજ સિંગાપોરનો આ પ્લાન્ટ રોજ ૨૦ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચીત પ્લાન્ટ ૭.૫ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ આશરે ૧.૬ હેકટર જેટલી જમીન પર છે. જયારે રાજકોટમાં નાકરાવાડી ખાતે એજન્સીને 'વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬' અન્વયે પ્રથમ ૧૫ એકર જગ્યા ફાળવવામાં આવશે. આ હયાત પ્લાન્ટને પી.પી.પી. ધોરણે વિકસાવવામાં તથા ચલાવવામાં આવી રહેલ છે, તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકામાં પણ સુચિત પ્લાન્ટનો વિકાસ કરવામાં આવશે.

(4:19 pm IST)