Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

૫૧ બટુકોને સમુહમાં યજ્ઞોપવિત : ઢોલ નગરાનાના ધબકારે નિકળેલ કાશીયાત્રાએ અનેરા દ્રશ્યો સર્જયા

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનું સફળ આયોજન : સંતો મહંતોએ આશીર્વચનો વરસાવ્યા : પ્રેરણારૂપ પુસ્તકનું વિમોચન

રાજકોટ : અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા રાજકોટના આંગણે એકસાથે ૫૧ બટુકોને સમુહમાં યજ્ઞોપવિત ધારણ કરાવવાનો પ્રસંગ ઉકેલાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી અઢીથી ત્રણ હજાર બટુકોના પરિવારજનોએ ઉત્સાહભેર હાજરી આપી અવસરને દિપાવ્યો હતો. કર્મકાંડી શાસ્ત્રીજીઓના મંગલમય શ્લોક ઉચ્ચારોથી વાતાવરણ દિવ્યોત્તમ બની રહેલ. બાપ્સના પૂ. અપુર્વમુની સ્વામી, પૂ. કોઠારી સ્વામી, મેયર ડો. જૈમનભા ઉપાધ્યાય, બ્રહ્મસમાજના પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, ડોલરભાઇ શાસ્ત્રીના હસ્તે દિપપ્રાગટયથી શરૂઆત કરાવાઇ હતી. આ તકે જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ભટ્ટ, પૂ. પરમાત્માનંદ સ્વામી, ગોંડલ ભુવનેશ્વરી પીઠના પૂ. ઘનશ્યામ મહારાજે પ્રાસંગીક પ્રવચન કરી  પ્રેરક સંદેશ વહાવ્યો હતો.  બાળકોને પ્રેરણા મળે તેવી સુંદર પુસ્તીકાનું વિમોચન સંતો અને મહાનુભાવોના હસ્તે કરાયુ હુત. આ તમામ ૫૧ બટુકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાસંદેશો પાઠવી આશીર્વાદ આપ્યા હતા. સમુહ જનોઇના આ કાર્યક્રમમાં મારૂતી કુરીયરના રામભાઇ મોકરીયા, પૂર્વ કેબીનેટ મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર, ઇનોવેટીવ સ્કુલના દર્શીત જાની, લાયન્સ આજીના પ્રેસીડેન્ટ શ્રીમતી બીનાબેન શુકલ, કણસાગરા કોલેજના વાઇસ પ્રિન્સીપાલ જયોતિબેન રાજયગુરૂ, સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના અગ્રણી પંકજ રાવલ, ક્રિષ્ના સ્કુલના તૃપ્તીબેન ગજેરા, ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ શીતલબેન ત્રિવેદી, ડો.એન.ડી.શીલુ, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શાસ્ત્રી પ્રવિણભાઇ ભટ્ટ, બાલાજી ઓટોના મનીષ પંડયા, ક્રિષ્નાબેન તલાટી, ભરત કોરાટ, હરેશ જોષી, જયંત ઠાકર વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા માધ્વીબેન ઉપાધ્યાય, નિલેશ ઠાકર, વિમલકુમાર જે. ત્રિવેદી, અનિલ ત્રિવેદી, જીતેન્દ્ર ભટ્ટ, આકાશવાણીના સતીષ જોષી, પરાગ મહેતા, રાજેશ શુકલ, જયંતિભાઇ ત્રિવેદી, વિમલ આર. ત્રિવેદી, દિનેશ ત્રિવેદી, કેતન ત્રિવેદી, ધ્રુવ કુંડેલ, નવાગામના પરેશ ઠાકર, ડો. પુલકીત બક્ષી, બહેનોની ટીમમાં નિશા પંડયા, બીના એ. શુકલ, ડો. નિલા જાની, પ્રફુલ્લાબેન ઠાકર, ક્રિષ્નાબેન ઠાકર, ચંદ્રીકા જાની, રીટા લખલાણી, જીજ્ઞા જોષી, તરૂલતા ભટ્ટ, અનીતા શુકલ, કિર્તી શુકલ, કુસુમ ત્રિવેદી, ધર્મિષ્ઠા ભટ્ટ વગેરેએ જહેમત ઉઠાવી હતી. પ્રારંભે સ્વાગતવિધિ માધ્વીબેન ઉપાધ્યાયએ અને અંતમાં આભારવિધિ એડવોકેટ જયેશ જાનીએ કરી હતી.

(4:05 pm IST)