Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ભજન સમ્રાટ હેમંત ચૌહાણને કાલે ફુલડે વધાવાશે

૮૦૦૦ થી વધુ ભકિતગીતો ગાવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુકેનો એવોર્ડ મેળવનાર

રાજકોટ તા. ૧૮ : સુરીલા કંઠથી ભજનની દુનિયામાં છવાય જનાર હેમંતભાઇ ચૌહાણને ૮૦૦૦ થી વધુ ભકિતગીતો ગાવા બદલ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુકે' દ્વારા વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ એનાયત કરવામાં આવતા આ સંદર્ભે કાલે તા. ૧૯ ના રાજકોટ ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરાયુ છે.

હેમુ ગઢવી હોલ ખાતે કાલે સાંજે ૪ થી ૭ યોજાનાર આ સમારોહના અતિથિી વિશેષ તરીકે અહલ્યા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો.ડો. રાજીવ શર્મા, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, સુરતના ઉદ્યોગપતિ કનુભાઇ આસોદરીયા, ડી.સી.પી. ડો. કરણરાજ વાઘેલા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રેસીડેન્ટ એડવોકેટ સંતોષ શુકલા, તારક મહેતા કા ઉલ્ટાના દિલીપ જોશી, આઇ.જી.પી. મધ્યપ્રદેશ વિક્રમ હરીશ ત્રિવેદી, અભિનેત્રી આસીમા શર્મા, મિનસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડો. ભરત શર્મા, અંત્યોદયય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે ભવનાથના શ્રી પૂ. વિશ્વંભર ભારતી બાપુ, વનાળાના પૂ. શ્રી મહેન્દ્રાનંદગીરીજી બાપુ, ઘાંટવડના શ્રી ઇન્દ્રભારતી બાપુ, ઝાંઝરડાના શ્રી શંભુનાથ બાપુ, જુનાગઢના શ્રી શેરનાથ બાપુ, સાવરકુંડલાના શ્રી ગોવિંદરામ બાપુ, અમદાવાદના નવતાળ રામાપીર મંદિરના શ્રી ધનસુખનાથ બાપુ, બાન્દ્રાના શ્રી ગોરધન બાપુ, આમરણના શ્રી ગુલાબદાસ બાપુ, ઘોઘાવદરના શ્રી નાનકદાસ બાપુ, શામળદાસ બાપુ, અમદાવાદ બજરંગદાસ આશ્રમના શ્રી છાયાદાસબાપુ, ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.

અતિથી કલાકાર તરીકે મધ્યપ્રદેશના પદ્દમશ્રી પ્રહલાદસિંહ ટીપાનીયા, કીર્તીદાન ગઢવી, કરશન સાગઠીયા, ધીરૂભાઇ સરવૈયા, બીહારી હેમુ ગઢવી, રાજસ્થાનના પ્રકાશ માલી, હેમરાજ ગોયલ, ફકીરાખાન- ખેતાખાન, જાકિરખાન- હસનખાન ઉપસ્થિત રહેશે. સમગ્ર સુત્ર સંચાલન સૌ.યુનિ.ના કુલાધિપતિ બળવંત જાની  સંભાળશે. તેમ હેમંત ચૌહાણ સન્માન સમિતિની યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)