Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પોલીસ સ્ટાફને કરાવાઇ ટાઢક

ખરા બપોરે ૪૩ ડીગ્રી તાપમાન વચ્ચે ખડે પગે ફરજ બજાવતા ટ્રાફીક પોલીસના સ્ટાફને ટાઢક કરાવવા ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરીયાળીના સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. શહેરના ટ્રાફીક પોઇન્ટ ઉપર ફરીને તેમજ પ્રનગર, એ ડીવીઝન અને મહિલા પોલીસ સ્ટેશને જઇ વરીયાળીનું સરબત વિતરણ કરવામાં આવેલ. આ સેવામાં સંસ્થાના પ્રમુખ અભય નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહિલ, હિતેષ જીંદાણી, નરેશ જામનાણી, જયદીપ પોપટ, તુષર ધામેલીયા, સાગર ચાવડા, ક્રિપાલસિંહ ગોહિલ, પ્રયાગ પોપટ, કમલેશ ભકતાણી, પાર્થ રાણા, સચીનભાઇ કોટક, ઇમરાન અજમેરી, અનિલભાઇ જીંદાણી, કમલેશ જીવરાજાની, સંદીપ ખેમાણી, નૈમિષ બગથરીયા, રાજેશ્વરી સોનેજી, રવિ વાઘેલા સાથે જોડાયા હતા.

(3:42 pm IST)