Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ,જામનગરના જે.પી.મારવિયા અને અમરેલીના જૈનીબેન ઠુમ્મરે કાગવડ ખોડલધામમાં પૂજન અર્ચન કરી માં ના આશીર્વાદ મેળવી વિજયનો શંખનાદ કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા અમરેલી જીલલા કોગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીત કોંગ્રેસના આગેવાનો જોડાયા

રાજકોટ : કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોએ કાગવડ ખોડલધામમાં પૂજન અર્ચન કરી વિજય શંખનાદ ફૂંક્યો છે, રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, જામનગર સીટના ઉમેદવાર  જે પી મારવીયા અને અમરેલી બેઠકના જૈનીબેન ઠુંમર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા અમરેલી જીલલા કોગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીત કોંગ્રેસ ના આગેવાનો એ કાગવડ ખોડલધામ મા પુજન-અર્ચન કરી મા ના આશીર્વાદ મેળવેલ અને વિજય નો શંખનાદ કરેલ હતો

 

   
(8:32 pm IST)